HIMANSHU PATEL – LIMKHEDA
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાનાં દુધિયા ગામે તસ્કરો દ્વારા ૫ દુકાનોને તાળાં તોડી ચોરી કરી ગામ લોકો અને પોલીસની ઊંઘ હરામ કરી નાખી છે. દૂધિયામાં તસ્કરો દ્વારા ઉપરા છાપરી ચોરી કરી પોલીસ તંત્રને દોડતા કરી દીધા છે. છંતાયે હાથમાં આવતા નથી ગત રાત્રીના રોજ તસ્કરો દ્વારા ૫ દુકાનોની શટર તોડી તેમાથી હાથમાં આવ્યું તે બધુ લૂંટી લીધું જેમાં કપડાં મોબાઈલ, જનરલ સ્ટોર્સ સહિત હોટેલને પણ નિશાન બનાવ્યા હતા. હાલ લગ્નની સિઝન હોય મોદી રાત સુધી DJ વાગતું હોય છે જેનો લાભ ચોરો ઉઠાવી રહ્યા છે. આ ઘટનાની પોલીસ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.