લીમખેડાના મોટા હાથીધરા ખાતે હસ્તેશ્વર મંદિરના પટાંગણમાં યોજાય રહેલ ભવ્ય અને ઐતિહાસિક રાષ્ટ્રીય જાગરણ 108 કુંડી ગાયત્રી મહાયજ્ઞ કાર્યક્રમ માં 16 થી 19 ડિસેમ્બર સુધી વિવિધ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યા છે. જેમાં કળશ યાત્રા, સંસ્કૃતિ કાર્યક્રમ, મંત્ર દીક્ષા સહીત કાર્યક્રમો યોજાશે. આ 108 કુંડી યજ્ઞ માટે વિશેષ યજ્ઞ શાળા નું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં 4 દિવસ સુધી વૈદિક મંત્રોચાર સાથે 1500 જેટલાં દંપતી હવનમાં જોડાશે.
108 કુંડી યજ્ઞ માટેની યજ્ઞ શાળા વિવિધ ચાર વિભાગ માં બનાવવામાં આવી છે. જેમાં દરેક વિભાગમાં 27 કુંડ બનાવામાં આવ્યા છે. આ ચાર કુંડ વિભાગને જુદા જુદા ઋષિમુનિઓના નામ આપવામાં આવ્યા. જેમાં યાજ્ઞવલ્ક્ય, વશિષ્ટ, વિશ્વામિત્ર, અરુંધતી, આપવામાં આવ્યા છે. ગાયત્રી પરિવાર સંસ્થાના સંસ્થાપક શ્રી રામ શર્મા આચાર્ય દ્વારા હિમાલયમાં તપસ્યા દરમ્યાન અજ્ઞાત જગ્યાએ વર્ષોથી પ્રજ્વલિત અગ્નિ જોતા આ અખંડ અગ્નિ ને 1958 માં મથુરા લાવવામાં આવી, ત્યારબાદ 1971 માં ગાયત્રી શક્તિ પીઠ શાંતિકુંજ હરિદ્વાર લઇ જવામાં આવી. આ અખંડ અગ્નિ જ્યોત શ્રીરામ શર્મા આચાર્ય દ્વારા ગુજરાતમાં એક માત્ર શક્તિ પીઠ મહેસાણા ખાતે સ્થાપિત કરવામાં આવી. જે સ્થાપિત અગ્નિ ૫ મી ડિસેમ્બર ના રોજ લીમખેડામાં યોજાય રહેલ 108 કુંડી યજ્ઞ માટે લાવવામાં આવી. લીમખેડા ખાતે યોજાનાર 108 કુંડી યજ્ઞના કુંડમાં મહેસાણા થી લાવેલ અગ્નિ થી પ્રજ્વલિત કરવામાં આવશે.
108 કુંડી ગાયત્રી હવન માટે ગાયત્રી પરિવારની બહેનો દ્વારા યજ્ઞ કુંડને વિવિધ રંગોથી રંગોળી બનાવી સજાવવામાં આવ્યા, 108 કુંડી યજ્ઞ ની કળશ શોભાયાત્રા લીમખેડા મોની બાબા મંદિરે થી નીકળી નગર પરિભ્રમણ કરી કાર્યક્રમના સ્થળે પહોચશે. આ કાર્યક્રમમાં ડો. ચિન્મય પંડ્યા યુવાશક્તિ માટે પ્રેરણાદાયક ઉદ્દબોધન આપશે. આ 4 દિવસીય કાર્યક્રમમાં આવનાર દર્શનાર્થીઓ માટે ભોજન પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 10 હજાર જેટલાં લોકો મહાપ્રસાદી લેશે એવો એક અંદાજ છે.
આ રાષ્ટ્રીય જાગરણ 108 કુંડી મહાયજ્ઞની શોભાયાત્રા આજે તા.૧૬/૧૨/૨૦૨૪ ને સોમવારના રોજ કળશયાત્રા યોજાઈ. જેમાં મહિલાઓ દ્વારા ૧૨૦૦ જેટલાં કળશ ધારણ કરવામાં આવ્યા હતા. આ કળશયાત્રામાં આદિવાસી નૃત્ય, આહીર રાશ આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું. મોનીબાબા મંદિર થી નીકળેલી આ શોભાયાત્રા નગર પરિભ્રમણ કરી યજ્ઞ સ્થાને પહોંચી હતી. જેમાં મોટી સંખ્યામાં પરિજનો જોડાયા હતા.