દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મુખ્ય મથક લીમખેડાની તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આજ રોજ ઓલમ્પિક્સ 2022 ની ધમાકેદાર શરૂઆત કરવામાં આવી. સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થી ઓનો શારીરિક, માનસિક તથા બાહ્ય વિકાસ થાય છે. તેનાથી સ્પોર્ટ્સમેન સ્પિરિટની ભાવના કેળવાય છે. એક સ્પર્ધાનો માહોલ જેવા મળે અને જીત માટેના પોતાના સંપૂર્ણ પ્રયત્નો ખેલાડી દ્વારા કરવામાં આવે છે. તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલના ચેરમેન ચિરાગભાઈ શાહ દ્વારા આ ઓલમ્પિકસ્ ને ખુલ્લું મુકવામાં આવ્યું. આ ઓલમ્પિક્સની શરૂઆતમાં ફ્લેગ હોસ્ટિંગ, માર્ચ પાસ્ટ, પરેડ તથા રંગારંગ કાર્યક્રમો વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરવામાં આવ્યા. “ગાંધી હાઉસ” તથા “નહેરુ હાઉસ” ના કપ્તાન તથા ઉપકપ્તાન દ્વારા પરેડનું સંચાલન કરવામાં આવ્યું. શાળાની હેડ ગર્લ હીર જૈન દ્વારા બધા જ ખેલાડીઓને શપથ લેવડવામાં આવી.
તા. 26 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર સુધી આ ઓલમ્પિક્સમાં અલગ અલગ 26 ગેમ્સ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 1200 થી પણ વધારે ખેલાડી ભાગ લેશે. વિજેતા હાઉસને મોટી ચંમચમતી ટ્રોફી તથા ઇનામ અને વ્યક્તિગત કેટેગરીમાં પણ ટ્રોફી અને ઇનામ આપવામાં આવશે. દરેક વિદ્યાર્થીઓ ખૂબ જ સારું પર્ફોર્મન્સ કરે તેવી શુભેચ્છાઓ શાળાના ચેરમેન ચિરાગભાઈ શાહ દ્વારા આપવામાં આવી હતી.