તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલ લીમખેડાન વિદ્યાર્થીની ડામોર સ્નેહા નવલભાઈ કૉમેર્સ માં રાજ્ય માં ઝળકી.બેન્કિંગ નો કોર્ષ પૂર્ણ કરી ને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાની ઈચ્છા વ્યક્ત કરી.
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. જેમાં લીમખેડાની તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતી ડામોર સ્નેહા નવલભાઈ રાજ્યમાં ટોપ 10 માં 98.62 PR સાથે જ શાળાનું તથા પરિવારનું પણ નામ રોશન કર્યું
બધા જ વાલીઓમાં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલના સતત પ્રયત્નો અને વિદ્યાર્થીની કઠોર પરિશ્રમથી જ રાજ્યમાં સારું પરિણામ પ્રાપ્ત કરી શકાયું છે.
રાજ્યના Top 10 માં સ્થાન પ્રાપ્ત કરીને ઉત્તીર્ણ થયા બાદ C.A. બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બીજા વિદ્યાર્થીઓએ પણ આગળ પોતાનું કેરિયર કૉમેર્સ વિભાગમાં પસંદગી ઉતારી છે. કૉમેર્સ માટે એક શ્રેષ્ઠ વિકલ્પ તરીકે લીમખેડા તથા તેની આજુબાજુમાં તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલ પ્રથમ પસંદગી તરીકે ઉભરી આવી છે.
શાળા પરિવાર તથા સંસ્થાના ચેરમેન ચિરાગભાઈ શાહ દ્વારા ડામોર સ્નેહા તથા તમામ ઉત્તીર્ણ વિધાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.