HIMANSHU PATEL – LIMKHEDA
દાહોદ જીલ્લાનાં લીમખેડા તાલુકાના મુખ્ય મથક લીમખેડા માં આમલી અગિયારસના મેળામાં જનમેદની ઉમટી. હોળીના તહેવારનુ કાઉન્ટ ડાઉન શરુ થતા જ દાહોદ જિલ્લામાં મેળાની શુભ શરૂઆત થઇ ગઈ છે. લીમખેડાના હડફ નદીના કિનારે ઐતીહાસિક હસ્તેશ્વર મહાદેવ મંદિરના ચોગાનમાં ફાગણ સુદ અગીયારસ (આમલી) મેળો ભરાયેલ મોટી સંખ્યામા લોકો ઢોલ, તારા, નગારાં લઈ ઉમટી પડ્યા તથા મેળાનો ભરપુર આનંદ લીધો. વહેલી સવારથી જ લોકોનલોકોનું ગાડીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારથી લીમખેડા તરફ આગમન થયુ. લોકો મેળામાં મન મુકી નાચીયા. ચકડોળમાં બેસી નાચી કુદી આનંદ માણ્યો.હતો. આમ લીમખેડામાં ભરાતો આમલી અગીયારસનો મેળામાં આમલી નો મેલા તરીકે પણ ઓલખાય છે.