દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મુખ્ય મથક લીમખેડાની હડફ નદીમા ડુબી જવાથી એક યુવકનું મોત નીપજ્યું છે. યુવક નદીના પ્રવાહમા તણાઈ જતા તેનું મોત થયું હતું. આ યુવક નદીમાં નાહવા પડતા બની ઘટના. નદી પર અન્ય યુવકોને ખબર પડતા યુવકને બહાર કાઢવામાં આવ્યો.
આ યુવક લીમખેડા તાલુકાના પાલ્લી ગામનો વતની હતો. તેનું નામ ભોપતભાઈ માવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી.