HIMANSHU PATEL –– LIMKHEDA [ DUDHIYA ]
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાનાં દુધિયા ગામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કાવડ યાત્રા કાઢવામાં આવી હતી. શ્રી સિદ્ધિ વિનાયક ભજન મંડળ દ્વારા બારશના દિવસે કાવડયાત્રા તથા શિવજીની શાહી સવારી કાઢવામાં આવી હતી. જેમાં શિવજીને ગામની નગરયાત્રા કરી નદીના નવા નીર, દૂધ તથા પંચામૃત થી શાહી સ્નાન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ફરી દુધિયા શિવજી મંદિરે સ્થાપિત કરવામાં આવ્યા હતા.