MAYURKUMAR RATHOD – LIMKHEDA
અખિલ ભારતીય પ્રજાપતિ કુંભકાર મહાસંઘ નવી દિલ્હી દ્વારા લીમખેડા તાલુકાના ઢઢેલા મુકામે બાપુ નરસિંહ સેવાનંદ આશ્રમ ખાતે પ્રજાપતિ સમાજના સંતોની આગેવાનીમાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રજાપતિ સમાજના વિકાસ અને ઉત્થાન માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ભારતભરમાં પ્રજાપતિ સમાજ વાડાઓમાથી મુક્ત થઈને સમગ્ર ભારતનો પ્રજાપતિ સમાજ એક મંચ પર આવીને સમાજના વિકાસ માટે આગળ આવે અને સમાજનો સર્વાંગી વિકાસ થાય અને પ્રજાપતિ સમાજ શૈક્ષણિક ધાર્મિક અને રાજકીય ક્ષેત્રે આગળ વધે તેઓ આવનાર દિવસોમાં આયોજન અખિલ ભારતીય પ્રજાપતિ કુંભાર મહાસંઘ દ્વારા આગામી દિવસોમાં સામાજિક કાર્યક્રમમાં આપીને સમાજને જાગૃત કરીને ભારતભરના પ્રજાપતિ સમાજના આગેવાનો એક મંચ પર આવીને સમાજને જોડીને વિકાસની દિશામાં આગળ વધે તેવી આશા વ્યક્ત કરી હતી. સાથે આ કાર્યક્રમમાં કાચલા આશ્રમના મહંત સેવાનંદ મહારાજે પ્રજાપતિ સમાજના આગેવાનોને પાઘડી, સાલ અને મોમેન્ટો આપી સન્માન કર્યું હતું અને સમાજના વિકાસની જવાબદારી આગેવાનોનાં શિરે સોંપી હતી.
આ કાર્યક્રમમાં સેવાનંદ મહારાજે જણાવ્યું હતું કે ભારતભરના પ્રજાપતિ સમાજે હવે વાડાઓમાંથી મુક્ત થઈને એક થવાની જરૂર છે આપણે બધા ઈશ્વરની સંતાન છીએ ભલે હું સાધુ સમાજમાં છું પરંતુ હું પ્રજાપતિ સમાજના વિકાસ માટે હંમેશા પ્રજાપતિ સમાજની સાથે છું અને પ્રજાપતિ સમાજનો વિકાસ એ જ મારો સંકલ્પ અને ધ્યેય છે.
અખિલ ભારતીય પ્રજાપતિ કુંભાર મહાસંઘ નવીદિલ્હી ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોવિંદભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, મહાસંઘના નેતૃત્વ અને સંતોના આશીર્વાદથી પ્રજાપતિ સમાજ હવે એક નવી દિશામાં આગળ વધી રહ્યો છે અને મહાસંઘનો નિર્ધાર છે કે, ભારતભરના પ્રજાપતિ સમાજને એકમંચ પર લાવીને સમાજનો સર્વાંગી વિકાસ થાય અને આવનારી પેઢી દરેક ક્ષેત્રમા આગળ વધે તે દિશામાં મહાસંઘ હંમેશા પ્રયત્નશીલ રહેશે તેમ જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં મહાસંઘના દાહોદ, પંચમહાલ અને મહિસાગર જીલ્લાના હોદ્દેદારો, મહિલાઓ, યુવાનો સહિત રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના પ્રજાપતિ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.