દાહોદ સાંસદ આદર્શ ગામ દુધિયા તથા આજુબાજુના ગામના લોકોને આરોગ્યની સુવિધા મળે તે માટે દુધિયામાં અંદાજે ₹. 2.50 કરોડની માતબર રકમ ફાળવી સામુહિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. જેમાં OPD રૂમ – 5, ઓપરેશન રૂમ – 1, એક્ષ-રે રૂમ, લેબોરેટરી, ડેન્ટિસ્ટ, ફિઝિઓથેરાપીસ્ટ સહીતની અત્યંત આધુનિક આરોગ્ય સેવા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ કરવામાં આવી છે.
અત્યંત આધુનિક સુવિધાયુક્ત સામુહિક આરોગ્ય કેન્દ્રનું આજે તા.૧૧/૧૦/૨૦૨૧ ને સોમવારના રોજ વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા, દાહોદ જિલ્લા સાંસદ જસવંતસિંહ ભાભોર, પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડ, ધારાસભ્ય શૈલેષભાઇ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલિયાર, આરોગ્ય સમિતિના ચેરમેન અશ્વિનભાઇ મકવાણાની ઉપસ્થિતમા આ સામુહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું.
કાર્યક્રમની શરૂવાત દીપ પ્રાગટ્ય તથા નવીન સામુહિક આરોગ્ય ભવનની રીબીન કાપી લોકોના આરોગ્ય માટે વિધિવત ખુલ્લું મુકાયું હતું. ઉપસ્થિત સર્વેનું ફૂલ પુષ્પગુચ્છ અર્પણ કરી તથા ચાંદી ભોરીયું પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉદ્દઘાટન પ્રસંગે સ્વાગત ગીત દુધિયા માધ્યમિક શાળાની કુમારિકાઓ દ્વારા રજુ કરવામાં આવ્યું હતું. દુધિયા સહીતના 40 જેટલાં ગામો તથા 50 હાજર જેટલાં લોકોના આરોગ્ય માટે 24 કલાક આ સા. આ. કેન્દ્રનો લાભ મળશે.
આ પ્રસંગે ગામલોકોની માંગણીને માન આપી ધારાસભ્યની ગ્રાન્ટમાથી ઓક્સિજન યુક્ત અમ્યુલેન્સ આપવાની જાહેરાત સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા કરવામાં આવી હતી. અત્યંત આધુનિક 35.ઓક્સિજન બેડ, એક્સરે લેબોટરી માટે અત્યંત આધુનિક સાધન થી સજ્જ સામુહિક આરોગ્ય કેન્દ્ર લોકોના આરોગ્ય માટે ખુલ્લું મુકવામાં આવ્યું.
સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા પોતે દત્તક લીધેલ આદર્શ ગામમાં આરોગ્ય, વીજળી, પીવાનું પાણી, રસ્તા સહીતની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. સંગઠન ની કુશળ કુનેહ અને દાહોદ ભાજપના ચાણક્ય દ્વારા ઘી ના ઠામમા ઘી ઠાર્યું. મોકૂફ રહેલ લોકાર્પણ કાર્યક્રમ 3 દિવસ બાદ ફરીથી લોકાર્પણ કરવામાં આવ્યું