HIMANSHU PATEL –– LIMKHEDA
દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાઅધિકારી નિલેશભાઈ મુનિયા સાહેબની અધ્યક્ષતામા લીમખેડા તાલુકાના આચાર્યની એક વહીવટી અને શૈક્ષણિક ચિંતન શિબિરનું આયોજન કાચલા ધામ મંદિરે યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય, સર્વ ધર્મ પ્રાર્થનાથી કરવામાં આવી, તાલુકા શિક્ષણાધિકારી ચેતનાબેન પરમાર દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું હતું.
ત્યારબાદ જિલ્લા શિક્ષણાધિકારી નિલેશભાઈ મુનિયા સાહેબે આચાર્યશ્રીઓને વહીવટી તથા શૈક્ષણિક માર્ગદર્શન આપ્યું હતું, દાહોદ જિલ્લાના શિક્ષણને શ્રેષ્ઠ શિક્ષણ બનાવવા હાકલ કરી હતી તથા શ્રેષ્ઠ, દફતરી અને વહીવટી કામ કેવી રીતે કરવું તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમા જિલ્લા સંઘના સુરતાનભાઈ કટારા, શૈક્ષિક સંઘમાંથી દેશિંગ તડવી, મહિલા રાજ્ય કારોબારી પલ્લવીબેન પટેલ, લીમખેડા BRC, CRC સહીત મોટી સંખ્યામા શિક્ષકો શૈક્ષણિક ચિંતન શિબિરમા જોડાયા હતા.