MAYUR RATHOD –– LIMKHEDA
THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
ભારતીય સંસ્કૃતિમાં ગુરુ પૂર્ણિમા પર્વનું ધાર્મિક મહત્વ રહેલું છે, શાસ્ત્રોમાં ગુરુને સાક્ષાત પરબ્રહ્મ સ્વરૂપ ની સમાન ઉપાધિ આપવામાં આવી છે ત્યારે આજે લીમખેડા ગાયત્રી પરિવાર દ્વારા પ્રજ્ઞાહોલ ખાતે વિશેષ ઉપાસના કરવામાં આવી હતી. જેમાં ગાયત્રી મહામંત્રના અખંડ મંત્ર જાપ કરવામાં આવ્યા હતા સાથે પંચકુંડી ગાયત્રી યજ્ઞ કરવામાં આવ્યો હતો, ગુરુ પૂર્ણિમા ના પાવન દિવસે પરમ પૂજ્ય ગુરુદેવ પં. શ્રીરામ શર્મા આચાર્યજી નુ પુજન અર્ચન કરી સાધકોએ આશીર્વાદ મેળવ્યા હતા, સાથે મંત્રદિક્ષા પણ આપવામાં આવી હતી. ગુરુ પૂર્ણિમા કાર્યક્રમમા લીમખેડા તાલુકા માંથી મોટી સંખ્યામાં સાધકો હાજર રહ્યા હતા, ગુરુ પૂર્ણિમા નિમિત્તે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, ઉપસ્થિત તમામ ગુરુભકતોએ મહાપ્રસાદ નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.