દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મુમથક લીમખેડા ખાતે લીમડી રોડ ઉપર આવેલ તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલમાં 72માં સ્વતંત્રતા પર્વ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી અને ત્યારબાદ લીમખેડાના રસ્તાઓ ઉપર તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત નગરજનોમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ આવે તે માટે “નુક્કડ” નામનું શેરી નાટક કરવામાં આવ્યું હતું. આ ભવ્ય પ્રસ્તુતીને ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ નિહાળી તથા વધાવી લીધી.