દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાની ધાનપુર ચોકડી નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત થતા SBI પલ્લીના સહાયક આસીસ્ટંટે લીમખેડા પોલીસ મથકે ફરિયાદમાં જણાવ્યું હતું કે ધાનપુર ચોકડી મુની મહારાજ હનુમાનજી મંદીર આગળ આવી ઉભા હતા. ત્યારે અમારી સ્ટેટ બેન્કના બ્રાન્ચ મેનેજર હર્ષદભાઇ બાબુભાઇ કડીયા લીમખેડા તરફથી તેમની સ્કુટી લઇ આવતાં હતા. અને તે વખતે આશરે સાડા દસેક વાગ્યાના સુમારે ગોધરા તરફથી એક ટ્રક ચાલકના ડ્રાઇવર તેની ટ્રક પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી અમારી સ્ટેટ બેન્કના બ્રાંચ મેનેજર હર્ષદભાઇને ટક્કર મારી રોડ ઉપર પાડી દીધેલ અને એકસીડન્ટ કરવાવાળો ટ્રકનો ડ્રાઇવરે તેની ટ્રક ઉભી રાખી દીધેલ. અને આ એકસીડન્ટ થતાં હું દોડી ગયેલ અને નજીકમાંથી બીજા માણસો પણ દોડી આવેલ અમારી બેન્કમાં બ્રાંચ મેનેજર હર્ષદભાઇને જોયા તો તેમને પેટના ભાગે તથા બંન્ને પગોએ ઇજાઓ થયેલ. તેમજ જમણા હાથે ફેક્ચર થયેલ અને મે એકસીડન્ટ કરનાર ટ્રકનો નંબર MP-09 HG-1888 નોધ્યો હતો. અમારી સ્ટેટ બેન્ક બ્રાંચના મેનેજર હર્ષદભાઇને હાથ, પગ અને પેટના ભાગે ઈજા થઈ હોય ખાનગી વાહનમાં બેસાડી લીમખેડા સરકારી દવાખાને લાવેલ અને ત્યાં સારવાર કરાવી વધુ સારવાર માટે સ્ટર્લીંગ હોસ્પિટલ વડોદરા ખાતે લઇ ગયેલ અને ત્યાં સારવાર માટે દાખલ કરેલ. આ અંગેની ફરિયાદ લીમખેડા પોલીસે નોંધીને ટ્રકના ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
HomeLimkheda - લીમખેડાલીમખેડા ધાનપુર ચોકડીના મુની મહારાજ હનુમાન મંદિર પાસે એક ટ્રકે બાઈક સવારને અડફેટે લેતા ગંભીર ઈજા