દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મુખ્ય મથક લીમખેડાના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા લીમખેડા તાલુકાના તમામ ગામડાઓમાં અતિ જરૂરિયાતમંદ વ્યક્તિઓને 1000 જેટલી અનાજ – કરિયાણાની કીટ લીમખેડા પ્રાંતઅધિકારીની ઉપસ્થિત માં નિનામાની વાવ ગામથી વહેંચવાની શરૂઆત કરવામાં આવી આશરે 5,00,000/- (પાચ લાખ) રૂપિયાની કિંમતની કીટ લીમખેડા તાલુકાના તમામ ગામડાના જરૂરિયાતમંદ વ્યક્તિઓ સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પહોંચાડવામાં આવી રહી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પોતાના વિસ્તારમાં કોઈ વ્યક્તિ કે કુટુંબ ભૂખ્યા ન રહે તેવા શુભઆશથી અને કાર્યકરોની અથાગ સેવા ભાવના થી રાષ્ટ્ર સેવા કરવામાં આવી રહી છે.
લીમખેડા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા જરૂરિયાતમંદ લોકોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું
RELATED ARTICLES