લીમડી નજીક આવેલા ખેડા ગામે અજાણ્યા વાહન ચાલકે રાહદારી ને ટક્કર મારતા ગંભીર ઇજા થતા મોત થવા પામી હતી. આજરોજ સવારે 6/30 વાગ્યે ના સુમારે લીમડી થી દાહોદ જતા રસ્તા ઉપર લીમડી ગામ ના હસમુખભાઇ ધુળાભાઇ સોલંકી પગપાળા ચાલીને જતા હતા તે દરમિયાન ખેડા ગામે અચાનક અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા શરીર ના ભાગે ગંભીર ઇજા થતા બનાવની જગ્યાએ મોત થવા પામીપામીયુ હતુ આ અંગે જાણ તેમના ભાઈ ને થતા બનાવ ની જગ્યાએ પરિવારસાથે દોડી ગયા હતા તેમજ અજાણ્યા વાહન ચાલક વિરૃધ્ધ લીમડી પોલીસ મથકે ફરિયાદી ચંદુભાઈ ધુળાભાઇ સોલંકીએ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લીમડીના ખેડા ગામે વાહનની ટક્કેરે રાહદારીનું મોત
RELATED ARTICLES