Friday, January 3, 2025
Google search engine
HomeJhalod - ઝાલોદલીમડી પોલીસે સુથારવાસા ગામેથી રૂ.૨૯,૬૪૦/- નો પ્રોહિ મુદ્દામાલ, ૧ બોલેરો પીકઅપ તથા...

લીમડી પોલીસે સુથારવાસા ગામેથી રૂ.૨૯,૬૪૦/- નો પ્રોહિ મુદ્દામાલ, ૧ બોલેરો પીકઅપ તથા ૧ જ્યુપીટર મળી કુલ કી.રૂ.૫,૬૧,૬૪૦/- ના મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડી પાડવામાં મળેલ સફળતા

લીમડી પોલીસ સ્ટેશન વિસ્તારના સુથારવાસા ગામેથી રૂ.૨૯,૬૪૦/- નો પ્રોહિ મુદ્દામાલ તથા એક બોલેરો પીકઅપ ગાડી તથા જ્યુપીટર મળી કુલ.કી.રૂ.૫,૬૧,૬૪૦/-ના મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડી પાડી પ્રોહીનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લીમડી પોલીસ, પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી તથા પોલીસ અધિક્ષક ડો.રાજદીપસિંહ ઝાલા દાહોદનાઓએ દાહોદ જીલ્લામાં ચાલતી પ્રોહી જુગારની પ્રવૃત્તિ પર અંકુશ લાવવા સારૂ બુટલેગરો તેમજ ગેર કાયદેસર દારૂના પરિવહન તથા સંગ્રહ કરતા ઇસમો ઉપર પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક ડી.આર. પટેલ, ઝાલોદ ડીવીઝન નાઓએ સૂચના અને માર્ગદર્શન પૂરૂ પાડેલ તથા એચ.સી.રાઠવા, C.P.I. ઝાલોદ સર્કલનાઓના સીધા માર્ગદર્શન અને સુચના હેઠળ આકે તા.૨૧/૧૧/૨૦૨૩ ની રોજ વહેલી સવારના લીમડી પો.સ્ટે.ના સી.પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એફ.ડામોર તથા સ્ટાફના પોલીસ માણસો વિપુલભાઇ મંગળાભાઇ અ.હે.કો. તથા પ્રદીપભાઇ નટુભાઇ અ.પો.કો.તથા મહેન્દ્રભાઇ રૂપાભાઇ અ.પો.કો.નાઓ સાથે લીમડી પો.સ્ટે. વિસ્તારના પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન મળેલ બાતમી આધારે સુથારવાસા તરફથી લીમખેડા તરફ જતા મુવાળી ફળીયાના રોડ પર બોલેરો પીકઅપ ગાડી ભારતીયા બનાવટનો વિદેશી દારૂ તથા GUJARAT POJ બીયરનો જથ્થો કિ.રૂ.૨૯,૬૪૦/- સાથે એક ઇસમને પકડી પાડી તેમજ ટીવીએસ જ્યુપીટર પર પાયલોટીંગ કરનાર ઇસમ મળી કુલ બે ઇસમોને પકડી પાડી કુલ કિ.રૂ.૫,૬૧,૬૪૦/- નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આ કાર્યવાહીમાં પકડાયેલ આરોપીઓમાં (૧) પિન્ટુભાઇ સુકલાભાઇ બિલવાળ, ઉ.વ.૨૩, રહે.બોરવાણી, વચલુ ફળીયુ, તા.જી.દાહોદ. (૨) નવીનભાઇ સામજીભાઇ નીનામા, ઉ.વ.૨૧, રહે.બલવન, નીનામા ફળીયુ, પોસ્ટ – અંતરવેલીયા, તા.કલ્યાણપુર, જી.ઝાબુઆ (મ.પ્ર.) અને નહીં પકડાયેલ આરોપીઓ કે જેઓ (૩) કમલેશભાઇ ધીરજીભાઇ પલાસ, રહે.બોરવાણી, ખાયા ફળીયુ. તા.જી.દાહોદ. (૪) દુબાભાઇ બાબુભાઇ નીનામા, રહે.બલવન, નીનામા ફ., પો.અંતરવેલીયા, તા.કલ્યાણપુર, सुरक्षा. ઝાબુઆ(મ.પ્ર.) (૫) વિજયભાઇ અમલીયાર, રહે.પીપલીયા, જી.ઝાબુઆ (મ.પ્ર.) (૬) મેઘનગરના વઠ્ઠા ઠેકા પરથી દારૂ ભરી આપનાર ઇસમ જેના નામ-ઠામની ખબર નથી.(૭) મેહુલભાઇ હરજનભાઇ ગણાવા, રહે.સુથારવાસા, માલપુરા ફળીયુ, તા.ઝાલોદ, જી.દાહોદ. (૮) મનોજભાઇ પરથીભાઇ પરમાર, રહે.વાસવાણી, પીપળાપાણી ફળીયુ, તા.લીમખેડા આ તમામ પકડાયેલ આરોપીઓ પાસે થી કબ્જે કરેલ મુદામાલ જેમાં (૧) ભારતીય બનાવટના વિદેશી દારુના ક્વાટર તથા બીયરની બોટલો નંગ- ૨૩૬ જેની કૂલ કિં.રૂ.૨૯,૬૪૦/- તથા (૨) મહિન્દ્રા બોલેરો પીકઅપ ગાડી નં.GJ-13-AW-3320 જેની કી.રૂ.૫,૦૦,૦૦૦/- (3) TVS જ્યુપીટર નં. GJ-20-AS-2224 જેની કિ.રૂ.30,000/- અને (૪) OPPO કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ.૨,૦૦૦/- મળી કુલ રૂ.૫,૬૧,૬૪૦/- નો મુદ્દામાલ મળેલ છે. આમ લીમડી પોલીસને પ્રોહીનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments