THIS NEWS SPONSORED BY : RAHUL HONDA
લોકસભાની ચુંટણીનું મતદાન પુર્ણ થયા બાદ 23 મે ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે ત્યારે 19 દાહોદ લોકસભા બેઠકની મતગણતરી દાહોદ ઈજનેરી કોલેજ ખાતે હાથ ધરવામાં આવશે, ત્યારે જીલ્લા કલેક્ટર દ્વારા મતગણતરીને લઈને તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ઇજનેરી કોલેજના પ્રથમ બ્લોકમાં ભોંય તળિયે ૧૨૯ – ફતેપુરા અને ૧૩૦ – ઝાલોદ, જ્યારે પ્રથમ મજલે ૧૩૧ – લીમખેડા અને ૧૩૨ – દાહોદ વિધાનસભાની મતગણતરી થશે. જ્યારે બીજા બ્લોકમાં ભોંય તળિયે ૧૩૩ – ગરબાડા અને ૧૩૪ – દેવગઢ બરીયા અને પ્રથમ મજલે ૧૨૩ – સંતરામપુરની મતગણતરી હાથ ધરાશે.
ટપાલની મત ગણતરી ઇજનેરી કોલેજના મુખ્ય વહીવટી બ્લોકમાં થશે અને દરેક વિધાનસભા દીઠ VVPET ની 5 સ્લીપો ડ્રો કરી ફરજીયાત ગણવાની છે. મત ગણતરી માટે ૨,૯૭૧ જેટલા મત ગણતરી સ્ટાફની નિયુક્તિ કરવામાં આવી છે. સાથે મત ગણતરી સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં પોલીસ અને સુરક્ષા બળો ના જવાન મળી કુલ ૬૦૦ ની સંખ્યામાં બંદોબસ્તમાં રહેશે. સાથે જ ટ્રાફીક અંગે પણ જિલ્લા પોલીસે વિવિધ રુટો નકકી કરી જાહેર જનતાને કોઈ મુશ્કેલી ન પડે તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાની માહિતી જીલ્લા કલેક્ટરે આપી હતી.