THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS
ભાઠીવાડા ગામના વિનોદકુમાર કહે છે કે આયુષ્યમાન ભારત કાર્ડનો લાભ મને ઘરઆંગણે જ મળ્યો.
વંદે ગુજરાત વિકાસ યાત્રાના ત્રણ રથ દાહોદનાં ગામે ગામ પરિભ્રમણ કરી રહ્યાં છે અને લોકો સુધી યોજનાકીય લાભોને પહોંચાડી રહ્યાં છે. દાહોદનાં ભાઠીવાડા ગામે વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ પહોંચ્યો હતો. જેનું ઉમળકાભેર લોકોએ સ્વાગત કર્યું હતું. અહીં નાગરિકોને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરાયું હતું. ભાઠીવાડા ગામના વિનોદકુમાર બિલવાલને વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં આયુષ્યમાન ભારત કાર્ડનો લાભ અપાયો હતો. તેમને ઘરઆંગણે આવીને સરકારનો લાભ મળતા હરખભેર જણાવ્યું કે, આ યોજનાનો લાભ મળવાથી અમારૂં કુંટુંબ સુરક્ષિત થયું છે. આયુષ્યમાન કાર્ડ થકી કુંટુંબમાં અચાનક આવી પડતા મોટા ખર્ચાઓ સામે સુરક્ષા મળી છે. જે બદલ સરકારનો તેમણે આભાર માન્યો હતો.
આ જ ગામના કલારા નરેશ જણાવે છે કે આયુષ્યમાન ભારત કાર્ડ મળતા અમને સામાજિક સુરક્ષાનો અહેસાસ થઇ રહ્યો છે.
દાહોદના ભાઠીવાડા ગામના રહીશ કલારા નરેશભાઇ જણાવે છે કે, વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથ અમારે ગામ આવ્યા છે અને ગામમાં વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરાયું છે. આજે મને પણ આયુષ્યમાન ભારત કાર્ડ અપાયું છે. મને ગામમાં જ આ રીતે યોજનાનો લાભ મળી જતા ખૂબ આનંદ થયો છે. આયુષ્યમાન ભારત કાર્ડ થકી સામાજિક સુરક્ષાનો અહેસાસ થઇ રહ્યો છે. ભાઠીવાડા ગામે પહોંચેલી વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત નાગરિકોને મહાનુભાવોએ વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કર્યું હતું.