દાહોદના જિલ્લા કમલમ ખાતે તેમજ સમગ્ર જિલ્લામાં ભાજપ દ્વારા “મનકી બાત” નો 100માં એપિસોડ ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવાયો હતો
દેશના લોક લાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાં એક વધુ નવી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી અને કોઈ વડાપ્રધાન દ્વારા ના કરાયું હોય કે વિચારાયું હોય તેવી કલ્પનાને સાર્થક કરી રેડિયોને માધ્યમ બનાવી “મન કી બાત” કાર્યક્રમ તો શરૂ કર્યો પણ તેના પણ 100 એપિસોડ પૂરા કર્યા અને તેઓ પોતે રેડિયોના માધ્યમ થી છેવાડાના માનવી સુધી જોડાયા અને દરેક વર્ગના લોકો ને જેના થકી કઈક ને કૈક જ્ઞાન અને મનોરંજન બંને મળ્યું છે. તે કાર્યક્રમની સદી આજે સમગ્ર ભારત ઉજવાય રહ્યું છે, ત્યારે દાહોદ જિલ્લા ભાજપ દ્વારા પણ સમગ્ર જિલ્લા ની સાથે સાથે દાહોદના છાપરી ગામે આવેલ કમલમ ખાતે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મનકી બાતના 100 માં એપિસોડની જિલ્લા કક્ષાની ઉજવણી કમલમ ખાતે કરવામાં આવી હતી. જિલ્લાના વિવિધ સ્થળો ઉપર દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયાર દ્વારા કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લા કમલમ ખાતે જિલ્લા પ્રમુખ શંકર આમલિયાર ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી જિલ્લા મીડિયા સેલના હોદ્દેદારો તથા દાહોદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સિનીયર હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. પ્રવાસી કાર્યકારતાઓ TV LCD રેડિયો નિશ્ચિત સ્થળો પર લઈ જઈ નક્કી કરેલા બુથોના સ્થળ પર 100માં “મન કી બાત” ના કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ નિહાળ્યું હતું અને બધા ભેગા મળી તેની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. આ ઉપરાંત વિશેષ આયોજન જિલ્લાના દરેક શક્તિ કેન્દ્રના એક બુથમાં વિશિષ્ટ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો તેમજ ભાજપા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. દાહોદ જિલ્લામાં દરેક મંડલમાં આ કાર્યક્રમ યોજાયો હતો અને કાર્યકર્તા અને લોકો ખૂબ મોટી સંખ્યામાં પોતાના વિસ્તારોમાં વડાપ્રધાન ના આ 100માં એપિસોડ ની ઉજવણીમાં જોડાયા હતા.