દાહોદ જિલ્લાના સંજેલી થી પીછોડા લીમડા ક્રોસીંગ ગોધરા તરફનો સ્ટેટ હાઈવેમાં સમાવિષ્ટ રસ્તાની બન્ને સાઈડો થોડાસમય પહેલા માત્ર માટીનું પુરાણ કરીને પુરવામાં આવી હતી પડતા વરસાદમાં સાઈડો પર વરસાદી પાણીના ખાડાઓ ભરાઈ જતા હોય છે. સાંકડા રસ્તાની બન્ને સાઈડોમાં ડામર કામ કરવાની તેમજ આવા રોજિંદા વાહનોની અવર જવર થી ધમધમતા રસ્તાને પહોળો કરવાની વારંવારની રજૂઆતો થઈ રહી છે, છતાંય સરકારી તંત્ર દ્વારા યોગ્ય ધ્યાન આપવામાં નાવતાં બુધવારે રાતનાં 10 વાગ્યાના સુમારે ભારે વરસાદમાં ગોધરા ડેપોની વડોદરા થી સંજેલી આવતી એસટી બસ ખાડામાં ઉતરી ગઈ હતી ચાલકની સમય સૂચકતાએ મુસાફરોનો બચાવ થયો હતો .
વડોદરા થી સંજેલી આવતી બસ પીછોડા લીમડા ક્રોસીંગ પાસે ખાડામાં ઉતરી ગઈ, મુસાફરોનો આબાદ બચાવ
RELATED ARTICLES