દાહોદ સાંસદ અને પૂર્વ. કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોર ના જન્મદિવસ ની ઉજવણી વિવિધ જગ્યા એ ઉજવવામાં આવી.
વનવાસી માધ્યમિક શાળામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોરના જન્મદિવસ નિમિતે લઘુરૂદ્ર, ચિંતામણી પારથેશ્વર ની પૂજા વિવિધ દ્રવ્ય તથા શાસ્ત્રોક વિધિ થી કરવામાં આવી તથા સરજુમી ગામની 55 જેટલી વિધવા બહેનોને સાડી આપી ઉજવવામાં આવી. શાળાના સમગ્ર સ્ટાફ તથા વિદ્યાર્થીઓ દ્વારા સાંસદ જસવંતસિંહની દીર્ધાયુ અને નિરોગી આયુષ્ય માટે પ્રાર્થના તથા અભિષેક કરવામાં આવ્યો. પુનિત ભજન મંડળ દુધિયા ના ભગત ગીરધરભાઈ દ્વારા પ્રશાંગિક ઉદ્દબોધન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય પોતાની નોકરીના 25 વર્ષ અને ઉંમરના 50 વર્ષ તથા શાળા શરૂ થયાંના 25 વર્ષની ઉજવણી કરતા બાળકોને મોં મીઠુ કરાવી કર્યો હતો. શાળાના સ્ટાફ દ્વારા આચાર્ય મુકેશભાઈ પટેલને સાલ તથા ફુલહાર પહેરાવી સન્માનિત કર્યા હતા. કાર્યક્રમમાં સરપંચ, તાલુકા સભ્ય,ગામલોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
વનવાસી માધ્યમિક શાળા સરજુમીમાં દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોરના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી
RELATED ARTICLES