Sunday, December 22, 2024
Google search engine
HomeViramgam - વિરમગામવિરમગામનાં બાધાવાડા પોળમાં અશાંત ધારો લાગુ કરવા 300 હિંદૂ પરિવારની માંગ 

વિરમગામનાં બાધાવાડા પોળમાં અશાંત ધારો લાગુ કરવા 300 હિંદૂ પરિવારની માંગ 

  • વિરમગામ શહેરમાં 300 હિન્દુ સમાજના સ્થાનિક લોકોએ મુસ્લિમોની મકાન ખરીદી વિરોઘ નોંધાવી આવેદન આપ્યું હતું.

અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં હિન્દુ વિસ્તારમાં મુસ્લિમ સમાજના ઇસમો દ્વારા માલમિલકતની ખરીદી અટકાવા સહિત વિરમગામ શહેરમાં અશાંત ધારો લાગુ કરવા બાધાવાળા વિસ્તારના મહિલાઓ, બાળકો સહિત ૧૦૦ થી પણ વધુ લોકો દ્વારા વિરમગામ પ્રાંત ઓફિસરને આવેદન પત્ર આપવામાં આવ્યું. સરકાર દ્વારા ત્વરીત યોગ્ય કાર્યવાહી ન થાય તો સેવાસદન ખાતે હિજરત કરી ધરણા કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી

વિરમગામ શહેરમાં આવેલ બાધાવાડાની પોળમાં આશરે ૩૦૦ જેટલા હિન્દુ પરિવાર રહે છે, તેમજ બાજુમાં દેસાઈ પોળ, મુર્હત પોળ, મોઢની શેઠ ફળી, ગોયાફળી, મોચી બજાર જેવા હિન્દુ મોહલ્લા આવેલા છે તેમજ બાધાવાળાની પોળમાં વૈષ્ણવ કંસારા જ્ઞાતિની પ્રખ્યાત ગોપાલલાલજીની હવેલી પણ આવેલી છે. જ્યાં ગુજરાત ભરના વૈષ્ણવ કંસારા દર્શને આવે છે.

ત્યારે બાંધાવાડાની પોળમાં મુસ્લિમ કોમના ઇસમ દ્વારા મકાન, માલમિલકત ખરીદવાની હિલચાલ થતા ૩૦૦ હિન્દુ પરિવારો દ્વારા સરકારને આ બાબતે વિરમગામ શહેરમાં અશાંત ધારો લાગુ કરે તેમજ ચૂંટણીના કારણે જાહેરનામું પ્રસિદ્ધ થવામાં વિલંબ થવા બાબતે આવી માલમિલકત ખરીદ વેચાણ અટકાવે તેવી સ્થાનિક હિન્દુ રહીશોની અરજ છે. આ બાબતે કોઇ યોગ્ય નિર્ણય ન લેવામાં આવે અને ખરીદ વેચાણ અટકાવવામાં ન આવે તો બાધાવાડા વિસ્તારના તમામ હિન્દુ પ્રજા હિજરત સાથે તાલુકા સેવા સદન ખાતે ધરણા કરવાની ફરજ પડશે તેમજ આ બાબતે જે કાંઈ પરિસ્થિતિનું નિર્માણ થશે તેની સઘળી જવાબદારી સરકારની રહેશે તેમ આવેદનપત્રમાં જણાવવામાં આવેલ છે.

પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડીયા એ પણ મુખ્યમંત્રીને પત્ર લખી જણાવેલ છે કે વિરમગામ અતિસંવેદનશીલ શહેર છે તેમજ અગાઉ મોટાપાયે કોમી તોફાનો થયેલા છે જેમાં માંડલીયા ફળી તેમજ પારેખ ટીંબા જેવા હિન્દુ મહોલ્લામાં મુસ્લિમ કોમના ઈસમો દ્વારા માલમિલકત ખરીદાતા અન્ય હિંદુ પરિવારોને સ્થળાંતર કરવાની ફરજ પડેલ છે ત્યારે વિરમગામને અશાંત ધારામાં આવરી લેવામાં આવે અને અને હિન્દુ મોહલ્લામાં મુસ્લિમ કોમના ઇસમો દ્વારા થતા ખરીદ વેચાણ દસ્તાવેજો અટકાવવામાં આવે તેવી હિન્દુ સમાજની માગણી છે સ્થાનિકો દ્વારા આવેદનપત્ર તેમજ પૂર્વ ધારાસભ્યની લેખિત અરજી વિરમગામ મામલતદાર, વિરમગામ પ્રાંત ઓફિસર, ટાઉન પી.આઇ, કલેકટર, ગૃહમંત્રી, મહેસૂલ મંત્રી સહિત મુખ્યમંત્રીને મોકલવામાં આવેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments