PIYUSH GAJJAR – VIRAMGAM
અમદાવાદ જિલ્લાના માંડલ – દસાડા રોડ પર આવેલું આ છે માંડલ તાલુકા પંચાયતના સરકારી કર્મચારીઓ માટેનું રહેવા માટેના ક્વાટર્સ, 3 સુશોભીત ઓરડા અને ઘાબાવાળા બંધ મકાનો આજથી 8 વર્ષ અગાઉ 50 લાખથી વઘુના ખર્ચે બનાવેલા હતા. મકાનો બન્યા ત્યારથી આજદીન સુઘી કોઇ સરકારી અઘીકારીઓ ત્યાં રહેવા ગયેલ નથી. 8 – 8 વર્ષોથી આ 3 સરકારી મકાનો ખંડેર બની ગયા છે અને અસામાજીક તત્વોનો અડ્ડો બની ગયું છે. એવુ કહે છે કે અહીં વર્ષોથી આવી અસામાજીક પ્રવુતીઓ ઘમઘમે છે અને કોઇ ઘ્યાન આપતુ નથી. અને મકાન પર લખેલ છે કે ચેતવણી આ સરકારી મિલ્કત છે કોઇએ પ્રવેશ કરવો નહી. આવા મકાનો પાછળ સરકાર ઉપયોગ ન હોવા છતા પણ લાખો રૂ નો ખર્ચો કરીને માત્ર વિકાસની ગુલબલાંગો મારે છે