Friday, January 24, 2025
Google search engine
HomeViramgam - વિરમગામવિરમગામના કમીજલામાં વિશ્વ તમાકુ નિષેધ દિવસે પપેટ શો દ્વારા વ્યસન મુક્તિ અંગે...

વિરમગામના કમીજલામાં વિશ્વ તમાકુ નિષેધ દિવસે પપેટ શો દ્વારા વ્યસન મુક્તિ અંગે જનજાગૃતિ કરાઇ

  • કમીજલા હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર દ્વારા યોગ કરાવીને ગ્રામજનો સાથે અનોખી રીતે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરાઇ
  • વિરમગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મણીપુરા દ્વારા વ્યસનમુક્તિ બાઇક રેલી કાઢવામાં આવી

૩૧મી મે ના દિવસે અમદાવાદ જીલ્લા સહિત સમગ્ર વિશ્વમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવના માર્ગદર્શન મુજબ વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિરમગામ તાલુકાના કમીજલા ગામમાં સપ્તધારા થી સ્વાસ્થ્ય ટીમના નીલકંઠ વાસુકિયા, જી.એન.મકવાણા, સોનલ દાણી સહિતના આરોગ્ય કર્મચારીઓ દ્વારા પપેટ શો દ્વારા વ્યસનમુકિત અંગે જનજાગૃતિ કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો. જે ખાસ કરીને યુવાનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતુ અને યુવાનોએ વ્યસનમુક્ત બનવાનો સંકલ્પ લીધો હતો.

કમીજલા હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર દ્વારા યોગ કરાવીને ગ્રામજનો સાથે અનોખી રીતે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મણીપુરા ખાતેથી વ્યસનમુક્તિ બાઇક રેલી કાઢવામાં આવી હતી અને ગ્રામજનોને વ્યસનથી દુર રહેવા સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત વિરમગામ તાલુકાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વિવિધ વ્યસમુક્તિના કાર્યક્રમ કરવામાં આવ્યા હતા અને વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે તમાકુનું સિગારેટ, બીડી, ગુટખા અને હુક્કા જેવા ઘણા બધા સ્વરૂપોમાં સેવન કરવામાં આવે છે. તમાકુમાં નિકોટીન નામનો એક અત્યંત નશાવાળો પદાર્થ હોય છે. નિકોટીન થોડા સમય માટે ખુબ આનંદ આપે છે પરંતુ લાંબા સમયે તે હદય, ફેફસાં, પેટ અને જ્ઞાનતંતુઓ પર વિપરીત અસર કરે છે.

વિશ્વમાં દર ૬ સેકન્ડે ૧ વ્યક્તિનું તમાકુના સેવનના કારણે મૃત્યુ થાય છે. વિશ્વમાં દર મીનીટે ૧૦ વ્યક્તિનું તમાકુના સેવનના કારણે મૃત્યુ પામે છે. પ્રત્યેક સિગારેટ એક વ્યક્તિના ૧૧ મિનિટ જેટલા જીવનનો ઘટાડો કરે છે. આશરે ૧૮ ટકા હાયરફિલ્ડના વિદ્યાર્થીઓ સિગારેટ અને તમાકુનું સેવન કરે છે. ૧૦ માંથી ૯ ફેફસાના કેન્સર માટે તમાકુ જવાબદાર હોય છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments