

PIYUSH GAJJAR -VIRAMGAM
ઘી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક લિ. તથા અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ ઉત્તમ ડેરી દ્વારા સહકારીતા સ્નેહ સંમેલન જખવાડાના નાગદેવતા મંદિરે યોજાયો હતો. જેમા અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન અજયભાઇ પટેલ, ઉત્તમ ડેરીના ચેરમેનભાઇ મોહન ભરવાડ, પૂર્વ ઘારાસભ્ય તેજશ્રીબેન પટેલ, પ્રાગજીભાઇ પટેલ, વજુભાઇ ડોડીયા, અમદાવાદ જિલ્લા ભાજપના પ્રમુખ આર.સી.પટેલ, મહામંત્રી નવદિપ ડોડીયા, સુરેશ પટેલ, વિરમગામ એપીએમસી ચેરમેન પ્રેમજી વડલાણી, વાઇસ ચેરમેન લખુભા ચાવડા સહિત વિરમગામ, માંડલ, દેત્રોજ તાલુકા ગ્રામ્ય વિસ્તારોની સહકારી મંડળીઓ ચેરમેન, સેક્રેટરી, સભાસદો, ખેડુતો , પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.