

PIYUSH GAJJAR – VIRAMGAM
અમદાવાદ જિલ્લાના વિરમગામ – જખવાડા ગામ પાસે મોડી રાત્રીએ અજાણ્યા વાહનની અડફેટે ગૌવંશ (વાછરડું) પગે ગંભીર રીતે ઘાયલ થતાં વિરમગામ શહેરમાં હિન્દુ ગૌરક્ષા દળ – જીવદયા પ્રેમીઓએ ઘાયલ ગૌવંશને શહેરના ખોડાઢોર પાંજરાપોળ લાવીને પશુચિકિત્સક દ્વારા સારવાર આપી. ગૌવંશને બચાવી લેવાયું હતું.

જેમાં જીવદયા પ્રેમીઓમા પ્રવિણ શાહ, રશ્મિન દરજી, કીરણ સોલંકી, નરેશ ભરવાડ, પભા ભરવાડ, ભરત ભરવાડ, કુલદીપ ગુપ્તા, રણછોડ જાદવ સહિતના જીવદયા પ્રેમીઓ તેમજ ગૌરક્ષા દળના કાર્યકરોએ ઘાયલ ગૌવંશને સારવાર આપી બચાવી લીધુ હતું.