

PIYUSH GAJJAR – VIRAMGAM
અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાનાં મુખ્ય મથક વિરમગામ શહેરના નીલકી ફાટક રેલ્વે ઓવરબ્રીજ નું નામ ડો. બાબા સાહેબ આંબેડકરની નામકરણની તકતી લગાવી નામ જાહેર કરવા તેમજ શહેર સહીત વોર્ડ.2 મા રહેતાં અનુસુચિત જાતિ વિસ્તારમાં પ્રાથમિક સુવિઘા પૂરી પાડવા દલિત અઘિકાર આંદોલન સમિતિ દ્વારા નગરપાલિકા ખાતે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યુ અને ચીફ ઓફિસર અને પ્રમુખને રજુઆત કરાઇ
આવેદન પત્રમા જણાવ્યું હતું કે અગાઉ નગરપાલિકામા શહેરનો રેલ્વે ઓવર બ્રિજનું નામ ડો. બાબા સાહેબ આંબેડકરની નામકરણની તકતી લગાવી નામ જાહેર કરવા માંગ કરાઇ હતી. જે હજું સુધી તકતી લગાવવા આવી નથી. તેમજ વઘુમા વોર્ડ નં. 2 મા રહેતા અનુસુચિત જાતિ વિસ્તારમાં પાણી, રસ્તા સહિત પ્રાથમિક પ્રશ્ર્નો નું નિરાકરણ લાવવા માટે ચીફ ઓફિસર વિનોદ રાઠોડ અને નગરપાલિકા પ્રમુખ કાંતીભાઇ (કાનભા) પટેલને લેખીત અને મૌખિકમા રજુઆત કરી હતી. અને જો આ વિસ્તારમાં પ્રાથમિક પ્રશ્ર્નો અને સુવિઘા ન અપાય તો દલિત સમાજે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.