PIYUSH GAJJAR – VIRAMGAM
39-વિરમગામ વિધાનસભા ના કોંગ્રેસના ઘારાસભ્ય ડો તેજશ્રીબેન પટેલ ના પર્સનલ આસિસ્ટન્ટ (પી.એ.)તરીકે અશ્વિન ભટ્ટ છેલ્લા ઘણાં સમય થી કામ કરી રહ્યા છે. જે ગુરૂવારે સાંજે દારૂના નશાથી ઘૂત થયેલાં હતાં જેમણે વિરમગામ ટાઉન પોલીસે ઝડપાયા હતા તેમજ પોલીસે કાર્યવાહી કરી તેમણે જામીન પર છોડી દીઘા હતા.
ઉલ્લેખનીય છે કે થોડાંક દિવસ પહેલાં જ ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ રમણલાલ વોરાએ તેજશ્રીબેનને ‘ઓવરસ્માર્ટ’ કહેતાં મૂંઝાઈ ગયા હતા. તેમણે વારંવાર અધ્યક્ષ ટાર્ગેટ કરતાં હોય તેવી લાગણી થતાં ગૃહમાં હૈયું ભરાઈ ગયું હતું અને બહાર આવી તેઓ રડી પડ્યા હતા.
ગુજરાતમાં દારૂબંધીનો કાયદો શું કહે છે. ગુજરાતમાં દારૂબંધી માટે તાજેતરમાં જ નવો પ્રોહિબિશન કાયદો અમલ આવ્યો છે. જેમાં દારૂની ખરીદી અને વેચાણ કરનારને 10 વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ 5 લાખ સુધીનો દંડ પણ થઈ શકે છે. 1960માં ગુજરાત રાજય મુંબઈથી અલગ થયુ ત્યારે આપણે સ્વૈચ્છીક રીતે દારૂબંધી સ્વીકારી હતી, છતાં 1960થી હમણાં સુધી ગુજરાતના કોઈ દારૂડીયાએ બુમ પાડી નથી કે દારૂ મળતો નથી, કદાચ ગુજરાતના કોઈ ગામડામાં કોઈ મહિલાને પાણી લેવા માટે માઈલો સુધી ચાલવુ પડે, પણ દારૂ પીનારને તો પાણી કરતા પણ નજીકમાં દારૂ મળી જાય છે.