PIYUSH GAJJAR – VIRAMGAM
વિરમગામ, સાણંદ, બાવળા અને નળકાંઠા વિસ્તારના 32 ગામો જે આઝાદીના આટલા વર્ષો બાદ પણ સિંચાઈતી વંચિત છે ત્યાં સિંચાઈ માટે થયેલ જન આંદોલન બાદ રાજ્ય સરકાર હકારાત્મક બની છે અને તેની ફળશ્રુતિ રૂપે મંગળવારથી કેન્દ્ર સરકારની એજન્સી વેપ કોર્ષ દ્વારા સર્વે શરૂ કરાશે.
આજ રોજ વિરમગામ નળકાંઠાના થુલેટા અને અસલગામ વિસ્તારમાં સિંચાઈના પાણી માટે સર્વે માટે સાણંદ ફતેવાડીના ઉપાઘ્યાય તેમજ ‘વેપ કોર્ષ’ ના સર્વેક્ષક કે.એસ.પટેલ તેમજ સૌરાષ્ટ્ર શાખાના નર્મદાના વિભાગ કાર્યપાલક એ.એફ.પરમાર એ વિસ્તારમાં મુલાકાત લઇ સર્વે હાથ ઘર્યુ હતું તેમજ મોટી થોરી ગામ પાસેની નર્મદાના મુખ્ય કેનાલ પાસે ઘોડા ફીટરની પણ મુલાકાત લીધી હતી અને અધિકારીઓએ અસલગામ ખાતે ગામના આગેવાનો તેમજ ખેડુત અગ્રણી રઘુભાઈ કો.પટેલ સાથે બેઠક કરી હતી અને ગામની પરીસ્થિતી અને સિંચાઈ પાણીના સર્વે માટે વાતચીત કરી હતી અને વહેલી તકે સર્વે કરી વિરમગામ, સાણંદ સહિત નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં 33 ગામોમાં સિંચાઈના પાણી પહોંચાડવાની બાંહેધરી આપી હતી.
વિરમગામના નળકાંઠા વિસ્તારના 32 ગામનો એરીયા રકાબી જેવો છે જેથી અહીં કેનાલ દ્વારા પાણી પહોંચાડવું શક્ય નથી. પરંતુ ઉપરોક્ત ‘વેપ કોસ’ એ કેન્દ્ર સરકારની ઓર્થોરાઈઝ એજન્સી છે. આ એજન્સી ગામલોકોને સાથે રાખી ઉપરદળ ગામથી સિંચાઈ માટે કેનાલની શક્યતાનો સર્વે શરૂ કર્યું અને સર્વે બાદ કયા ગામોમાં કઈ કેનાલથી પાણી આપવું શક્ય બનશે તેનો અભિપ્રાય રજૂ કરાશે અને ત્યારબાદ સરકાર બજેટની ફાળવણીનું આયોજન કરાશે.