- માત્ર લીલા તીખાં મરચા ખાવા છતાં આજસુધી મને કોઇ તકલીફ પડેલ નથી. રામદેવપીરની ભક્તિ એ જ મારી શક્તિ છે : પુંજાભાઈ મારવાડી
કોઇ પણ વાર-તહેવારમા કે ઉપવાસની વાત આવે એટલે લોકો અલગ-અલગ ફરાળ આરોગતા હોય છે. તમે કોઇ વ્યક્તિએ ઉપવાસ દરમ્યાન માત્ર ફરાળમા તીખા લીલા મરચાં ખાતા નહીં જોયા હોય. પરંતુ અમદાવાદ જીલ્લાના વિરમગામ શહેરમાં રામદેવ પીરના એક એવા પરમ ભક્ત છે જે ભાદરવા મહીનામાં આવતા રામદેવ પીરના નોરતા દરમિયાન ફરાળમા માત્ર લીલા તીખાં મરચા જ ખાય છે અને નવ દિવસ મરચા સિવાયનો કોઇ ખોરાક ગ્રહણ કરતા નથી. વિરમગામ શહેરના હાથી તલાવડી વિસ્તાર મા રહેતા બાર બીજ ના ઘણી રામદેવપીરના ભક્ત પુંજાભાઈ મારવાડી પોતાના ઘરે છેલ્લા 23 વર્ષ થી બારબીજ ના ઘણી નકળંગ નેજા ઘારી રામદેવ પીરની સેવા પુજા-અર્ચના કરે છે. રામદેવ પીર ના મંદિરે સવાર સાંજ થતી આરતીમાં અનેક ભક્તો ઉપસ્થિત રહે છે અને રામદેવ પીરનો પ્રસાદ ગ્રહણ કરે છે.
વિરમગામના રામદેવ પીરના ભક્ત પુંજાભાઈ મારવાડીએ જણાવ્યું હતું કે, હુ છેલ્લા 23 વર્ષ થી રામદેવપીર ની નવરાત્રી દરમિયાન નવ દિવસ કોઇપણ અનાજ કે કોઇ ફરાળ નહી લઇ ને માત્ર ને માત્ર રોજના 500 ગ્રામ તીખા લીલા મરચા ફરાળ તરીકે ખાવ છુ. આ તીખા મરચા ખાવાથી મને કોઇ તકલીફ પડતી નથી. હું શેઠ એમ. જે. સ્કુલમા વોચમેન તરીકે નોકરી કરૂં છું. હુ પુંજાભાઇ મારવાડી નવરાત્રી દરમિયાન ઘરની બાજુમા આવેલા રામદેવપીર ના મંદિરે અખંડ જ્યોત ની સામે બેસીને ભક્તી કરું છું. માત્ર લીલા તીખાં મરચા ખાવા છતાં આજસુધી મને કોઇ તકલીફ પડેલ નથી. રામદેવપીરની ભક્તિ એ જ મારી શક્તિ છે.