VANDANA VASUKIYA – VIRAMGAM
– પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત શ્રી શિવમ ગેસ એજન્સી વિરમગામ દ્રારા ગેસ કનેક્શન આપવામાં આવ્યા
– સ્વચ્છતા અંગેની જાગૃતિ અને ગેસ સુરક્ષા માટે ની વિસ્તૃત માહિતી આપવામા આવી
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ગ્રામ્ય સ્વરાજ અભિયાન અંતર્ગત ૨૦ એપ્રિલે સમગ્ર ભારતમાં ઉજ્જવલા દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે વિરમગામ તાલુકાના મેલજ ગામમાં શ્રી શિવમ ગેસ એજન્સી દ્વારા ઉજ્જવલા ગેસના ૧૦૪ લાભાર્થીઓને ગેસ કનેકશન આપવામા આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિરમગામ પ્રાન્ત ઓધિકારી વાળા સાહેબ, પુર્વ ધારાસભ્ય ડો.તેજશ્રીબેન પટેલ, હરીશ મચ્છર તાલુકા વિકાસ અધિકારી વસાવા સાહેબ, પુરવઠા અધિકારી એન આર પટેલ, પુષ્કરાય સાધુ, નિલેશભાઇ ચોહાણ, ઉપસંરપચ અમૃતભાઇ મકવાણા, ઈશ્વરભાઈ મકવાણાના હસ્તે ગેસ કનેક્શનનું વિતરણ કરવામા આવ્યુ હતુ. આ ઉપરાંત સ્વચ્છતા અંગેની જાગૃતિ અને ગેસ સુરક્ષા માટે ની વિસ્તૃત માહિતી આપવામા આવી હતી.