PIYUSH GAJJAR – VIRAMGAM
વિરમગામ શહેરની ગાંધી હોસ્પિટલની કથળતી સેવાના કારણે અનેક દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે. ફરજ પરના મોટા ભાગના કર્મચારીઓની બેદરકારીને લઈને લોકોમાં રોષની લાગણી પ્રસરી જવા પામી છે.ગાંધી હોસ્પિટલમાં સારવારઅર્થે આવેલા દર્દીઓને ફરજ પરના ડોક્ટરોનો કડવો અનુભવ થઇ રહ્યો છે. દર્દીએ સારવાર માટે કેસ કઢાવી ફરજ પરના ડોક્ટર પાસે તપાસ માટે ગયા ત્યારે . દર્દીઓને તપાસ્યા વગર દવા લખી આપી હતી. વધુમાં હોસ્પિટલમાં સારવારઅર્થે દાખલ થયેલા દર્દીઓને પણ સમયસર તપાસવામાં નથી આવતા તેવી દર્દીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. સરકાર મસમોટા પગાર લેવા છતાં પોતાની ફરજ પર બેદરકાર રહેતા ડોક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.
● વિરમગામમાં સ્વાસ્થ્ય સંબંધિત સેવાની કથળતી હાલત
વિરમગામશહેરમાં આવેલ મહાત્મા ગાંધી હોસ્પિટલના ડૉક્ટરો દ્વારા માનવતા નેવે મૂકી દીધી હોવાનું દર્દી દ્વારા વારંવાર રાડ ઉઠે છે. જે બાબતે હોસ્પિટલ મેનેજમેન્ટ કે રોગી કલ્યાણ સમિતિ બાબતે કોઈ પગલાં ભરવા અસમર્થ હોય તેમ લાગે છે.
રોજબરોજ ગાંઘી હોસ્પિટલ માં અનેક દર્દીઓ આવે છે. જેમાં સામાન્ય ઈજાના લઈને તાવ, છાતીનો દુ:ખાવો, પ્રેગ્નેટ મહિલા , પેટલમાં દુખાવો, શ્વાસ, ઉઘરસ વગેરે દર્દી લાઈનમાં રહ્યાં હોય છે. જ્યારે પીડીમાં ફરજ બજાવતા લેડી ડૉક્ટર દ્વારા દર્દી ને તપાસવા ટેથોસ્કોપ કે બીપી ઈન્સ્ટ્રમેન્ટ જેવું મેડિકલનું સામાન્ય સાઘન પણ સાથે લઈને બેસે અને દૂરથી દર્દીને શું તકલીફ છે પૂછી દવા લખી આપે તે કેટલું યોગ્ય છે ? શું સરકારી હોસ્પિટલના ડૉક્ટર દ્વારા દર્દી ને પ્રાઈવેટ હોસ્પિટલ તરફ વાળવા અને તેમને ઝડપી પીડી પતાવી આરામ ફરમાવવાને સરકારે પરવાનો આપ્યો છે. બાબતે રોગી કલ્યાણ સમિતિના સભ્ય અને સામાજિક કાર્યકર શું કહેવા માગે છે.
શું સરકારે કે ઉચ્ચ અધિકારી કે સત્તામાં રહેલા લોકો બાબતે યોગ્ય કાર્યવાહી કરશે, તે મહાત્મા ગાંધીએ જણાવેલ કે તમને કોઈ એક લાફો મારો તો બીજો ગાલ ઘરી દેવો. અહીંસા પરમો ધર્મ, અત્યારે તો દવાખાનામાં સારવા લેતા દર્દી હોસ્પિટલની તાનાશાહી સાથે લાચાર છે