PIYUSH GAJJAR – VIRAMGAM
વઘુ એક અર્બુદા ક્રેડીટ કો.ઓ.સોસાયટી લી. વિરમગામ શાખા નું ઉઠમણું થયું, વિરમગામ શહેરના 1195 ખાતેદારોના કુલ 3.18 કરોડ સલવાયા, મુખ્ય બ્રાંચ ના મેનેજીંગ ડાયરેક્ટર સહીત 4 સામે વિરમગામ ટાઉન પોલીસ મા ફરીયાદ નોંઘાઇ. મૂળ રાજસ્થાન ની માઉન્ટ આબુ ની અર્બુદા ક્રેડીટ કો.-ઓ. સોસાયટી લી. ની ગુજરાતમાં 47 શાખાઓ આવેલી છે. જેના માઉન્ટ આબુ શાખાના મેનીજીંગ ડાયરેક્ટર રાકેશકુમાર અગ્રવાલ સહીતના હોદ્દેદારો છેલ્લા ઘણા સમયથી તમામ શાખાઓના કરોડો રૂપિયા લઇ ફરાર થઇ જતા ઉત્તર ગુજરાતની મોટાભાગની અર્બુદા ક્રેડીટ કો.ઓ.સોસાયટી લી. ની શાખાના શટર પડવા લાગ્યા છે. ત્યારે વઘુ એક અર્બુદા ક્રેડીટ કો.ઓ.સોસાયટી લી. વિરમગામ શાખાનું ઉઠમણું થવા પામ્યું છે. જેમાં વિરમગામ શહેરના કુલ 1195 ખાતેદારોના કુલ 3.18 કરોડ ડુબતાં. માઉન્ટ આબુના મુખ્ય બ્રાંચના મેનેજીંગ ડાયરેક્ટર રાકેશકુમાર અગ્રવાલ સહીત આશાબેન રાકેશકુમાર અગ્રવાલ, નિશાબેન છોટેલાલ અગ્રવાલ, મેહરસિંગ પ્રબળસિંહ ઠાકુર એમ 4 હોદ્દેદારો સામે રૂપિયાની ઠગાઇ કરી છેતરપિંડી કર્યાની વિરમાગમના ખાતેદારો વિરમગામ ટાઉન પોલીસમાં ફરીયાદ કરી છે. પોલીસે 4 શખ્સો સામે ગુનો નોંઘી તપાસ હાથ ઘરી છે.