

Piyush Gajjar – Viramgam
● શહેરો બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કેશલેસ Paytm અભિગમ શરૂ કરાયો છે.
8 નવેમ્બરે નરેન્દ્ર મોદીએ 500 અને 1000ની નોટબંધીની જાહેરાત કર્યા બાદ કેશલેસ નો અભિગમ શરૂ કરાયો છે. સામાન્ય રાજ્યમાં અનેક ઠેકાણે
Paytmના બોર્ડ લાગેલા જોવા મળી રહ્યાં છે, લોકોને પડતી મુશ્કેલી દુર કરવા માટે દરેક એવા વ્યવસાયો કે જેમાં છૂટ્ટાની હાડમારી અનુભાવઇ રહી છે, તેને ખાળવા ઓનલાઇન પેમેન્ટની સુવિધા ઉભી કરાઇ છે.રાજ્યમાં ચા, પકોડીની લારી, શાકભાજી, ખાણીપીણી તેમજ બુટપોલીસવાળાઓ પણ Paytm દ્વારા ધંધો ચલાવી રહ્યા છે ,જેથી નોટબંધીની અસર તેમના વ્યવસાયને પડે નહીં, ત્યારે વિરમગામ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઠેકઠેકાણે વેપારીઓ રૂપિયા ની લેવડ -દેવડ વગર ઘંઘો કરી રહ્યા છે. વિરમગામ શહેરમાં પાણીપુરી ના વેપારી એ શરૂ કર્યો છે Paytm નો અભિગમ અને 10, 20 ,50 જેવી નાની રકમ થી પાણીપુરી ખાવા આવતાં ગ્રાહકો પણ Paytmથી નાણાં ચૂકવે છે.