NILKANTH VASUKIYA – VIRAMGAM
– C.M.E. માં ટી.બી. સહિત આરોગ્યની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી
રીવાઇઝ્ડ નેશનલ ટીબી કન્ટ્રોલ પ્રોગ્રામ (આર.એન.ટી.સી.પી.) અંતર્ગત અમદાવાદ જીલ્લાના વિરમગામ ખાતે પ્રાઇવેટ પ્રેક્ટીશનર્સને સી.એમ.ઇ. (કન્ટીન્યુઅસ મેડીકલ એજ્યુકેશન) આપવામાં આવ્યુ હતુ. ડિસ્ટ્રીક્ટ ટીબી સેન્ટર અમદાવાદ તથા તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામના સંયુક્ત ઉપક્રમે આયોજીત સી.એમ.ઇ. માં અમદાવાદ જિલ્લા ક્ષય અધિકારી ડો. દિક્ષીત કાપડીયા, જીલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ.ચિંતન દેસાઇ, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.વિરલ વાઘેલા, ડો.દિપક પટેલ, ડો.રોહીત પટેલ, ડો.તરૂણ પરીખ સહિત મોટી સંખ્યામાં વિરમગામ તાલુકાના પ્રાઇવેટ પ્રેક્ટીશનર્સ ઉપસ્થીત રહ્યા હતા. આ ઉપરાંત જીલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ.ચિંતન દેસાઇ દ્વારા પ્રાઇવેટ પ્રેક્ટીશનરોને સિઝનલ ફ્લુ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી અને તુરંત જ આવા દર્દીઓ જણાય તો સંપુર્ણ સારવાર પુર્ણ કરવા અપીલ કરી હતી.
અમદાવાદ જિલ્લા ક્ષય અધિકારી ડો. દિક્ષીત કાપડીયાએ જણાવ્યુ હતુ કે, વિરમગામ તાલુકાના પ્રાઇવેટ પ્રેક્ટીસનર્સને સી.એમ.ઇ માં ટી.બી, એમડીઆર ટીબી, પ્રિઝમટીવ ટીબી કેસ, પ્રિઝમટીવ પીડીયાટ્રીક ટીબી, ડાયગ્નોસિસ ઓફ ટીબી, કેસ ડેફિનેશન, આરએનટીસીપી ટ્રીટમેન્ટ રેજીમેન્સ, ડેઇલીડોઝ સીડ્યુએલ, ડ્રગ ડોઝ, ફોલોઅપ, સીબીનાટ, નિક્સય, સ્ટાન્ડર્ડ ટીબી કેર ઇન ઇન્ડીયા વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. સી.એમ.ઇ.માં આપવામાં આવેલ સચોટ તથા વિસ્તૃત માર્ગદર્શનથી વિરમગામ તાલુકામાં ટીબીનું નોટીફીકેશન વધશે. રીવાઇઝ્ડ નેશનલ ટીબી કન્ટ્રોલ પ્રોગ્રામ (આર.એન.ટી.સી.પી.) માં પ્રાઇવેટ પ્રેક્ટીશનર્સ નું સતત ઉમદા યોગદાન મળતુ રહે તે રીતે સહકાર આપશો.