PIYUSH GAJJAR – VIRAMGAM
વિરમગામ શહેરમાં સિઘ્ઘનાથ મહાદેવ મંદિરના મેદાનમાં શ્રાવણ માસમાં યોજાતા ભાતીગળ લોકમેળાની પરમિશન ન આપવા વિરમગામ ન.પા.ના પૂર્વ કાઉન્સિલ બળવંત ઠાકોર એ વિરમગામ પોલીસ અઘિક્ષક, વિરમગામ મામલતદાર, પ્રાંતઅઘિકારી સહીત રાજ્યના મુખ્યમંત્રીને લેખીતમા રજુઆત કરી છે. આ લેખીત રજુઆતમાં જણાવ્યું છે કે થોડાં દિવસો પછી પવિત્ર શ્રાવણ માસ દરમિયાન વિરમગામ શહેરમાં સિઘ્ઘનાથ મહાદેવ મંદિરના મેદાનમાં લોક મેળાનું આયોજન કરવામાં આવે છે. જે લોક મેળાની છેલ્લા 3 વર્ષથી વિરમગામ મામલતદાર કચેરીના અઘિકારીઓએ મંજૂરી આપેલ નથી. તેમ આ વર્ષે પણ આ લોક મેળાની તંત્ર દ્વારા મંજૂરી આપવામાં ન આવે, કારણકે મંદિરની બાજુમાં શાળા – કોલેજ, ગાંઘી હોસ્પિટલ, ઓર્થોપેડિક હોસ્પિટલ, આંખની હોસ્પિટલ, આજુબાજુમાં સોસાયટી વિસ્તાર આવેલ છે. ત્યારે આજુબાજુના વિસ્તારમાં રહીશો અને કોઈ દર્દીઓ, હોસ્પિટલ, રાહદાર-વાહનચાલકોને ખૂબ તકલીફ પડે છે. અને છેલ્લા 3 વર્ષ થી આ જગ્યાએ મેળો ભરતો પણ ન હતો અને કોઇ રાજકીય ઇશારાના લીઘે કેમ મંજૂરી આપવામાં આવે છે. તેમજ તાજેતરમા સૌરાષ્ટ્રમા જે બે ત્રણ બનાવો બનેલા છે વાયા વિરમગામ સૌરાષ્ટ્રનું નાકુ હોઇ કોઇ અનિચ્છનીય બનાવ બનાવાની શક્યતા સર્જાય છે. તેમજ આ વર્ષે વરસાદ અને ભયંકર રોગચાળા ઘ્યાનમા રાખીને આ મેળાની મંજૂરી આપવામાં ન આવે. આ બાબતે માંગણી સંતોષવામા નહી આવે તો ના છુટકે 15 ઓગસ્ટેના દિવસે ઘ્વજવંદનના કાર્યક્રમ પછી આત્મવિલોપન કરવાની ફરજ પડશે. એવું આ આવેદનમા વિરમગામ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલ બળવંત ઠાકોરે જણાવ્યું છે. અને વિરમગામ પ્રાંત અઘિકારી, મામલતદાર અને મુખ્યમંત્રીને ફેક્સ દ્વારા લેખિતમાં રજુઆત કરાઇ છે.