PIYUSH GAJJAR – VIRAMGAM
આજના યુગમાં જિંદગીના છેડા ભેગા કરવાની તેમજ એક બીજાથી આગળ નીકળવવાની હોડમાં કોઇનીય ન પડી હોય! પરંતુ વિરમગામ શહેરમાં સેવાભાવી લોકો દ્વારા ચાલતી ટિફીન સેવાથી ગરીબ નિરાધાર વયોવૃદ્ધને વિરમગામ શહેરની મહિલાઓ, પોળ કે સોસાયટીઓમાંથી નિયમિત ટીફીન ભરી આપે છે. શહેરની ગલીઓ, સોસાયટી, પોળો, મહોલ્લામાંથી લોકોના ઘરેથી ટીફીન ઉઘરાવી વૃદ્ધો નિરાધાર વૃદ્ધોને જમાડવાની પ્રવૃત્તિ વિરમગામ શહેરમાં છેલ્લા 25 વર્ષથી ચાલે છે. શાકમાર્કેટ યાર્ડમાં હોલસેલ શાકભાજીનો ધંધો કરતા અશોકભાઇ ખમાર પોતે વહેલી સવારે પોતાના ધંધાનું કામકાજ પતાવી ત્યારબાદ નિયમિત રીતે બપોરના 12ના ટકોરા પહેલા વિરમગામમાં શહેરમાં જ્યાં ટીફીનો બાધેલા હોય તથા જેમનો વારો આવ્યો હોય તેમની પાસેથી ભોજન ટીફીન ઉઘરાવી બપોરે 12ના ટકોરે દરેક વૃદ્ધોને નિયમિત સાઇકલ ઉપર ઘેર ઘેરથી ટીફીન ઉઘરાવી દરેક વૃદ્ધોને પહોંચાડે છે.
બપોરે 12ના ટકોરે ટીફીન સેવા શરૂ કરાય છે. વૃદ્ધોને જમાડીને જાતે ભૂખ્યા રહી લોકોને હરખભેર ટીફીન સેવા આપી આનંદ લૂંટે છે અને ગરીબ વૃદ્ધો-નિરાધારોને જમાડી બપોરે 2 વાગ્યે પોતે જમવા જાય છે.
ઉલ્લખેનિય છે કે, વિરમગામ જુદી જુદી જગ્યાએ રહેવા આશરે 45 – 50 વૃદ્ધોને ટીફીન સેવા અપાય છે. આમ ત્યારે એક વાત સ્પષ્ટ છે કે, લોકોની સેવા કરવા માટે તકતીની જરૂર નથી. જરૂર છે તો સદાચાર ભરેલા વ્યવહાર અને લોકોની સેવા કરવાની ઇચ્છા શકિતની નિરાધાર લોકોના પેટની આગ ઠારતી વિરમગામ ની નિસ્વાર્થ ભાવની ટીફીન સેવાને લોકોના સલામ