Thursday, January 23, 2025
Google search engine
HomeViramgam - વિરમગામવિરમગામ આરોગ્ય વિભાગના કર્મચારીઓએ ગરબા ગાઇને સિઝનલ ફ્લુની જનજાગૃતિ કરી

વિરમગામ આરોગ્ય વિભાગના કર્મચારીઓએ ગરબા ગાઇને સિઝનલ ફ્લુની જનજાગૃતિ કરી

 

 

  • સપ્તધારા થી સ્વાસ્થ્ય અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

આજના આધુનિક યુગમાં મોબાઇલ, ટીવી, કોમ્પ્યુટરના કારણે પરંપરાગત માધ્યમો ભુલાતા જાય છે ત્યારે અમદાવાદ જિલ્લા ના તાલુકા હેલ્થ ઓફીસ વિરમગામ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોરૈયાના સંયુક્ત ઉપક્રમે સપ્તધારા થી સ્વાસ્થ્ય અંતર્ગત પરંપરાગત ગરબા ગાઇને સિઝનલ ફ્લુ અંગે જનજાગૃતિ કરવામાં આવી હતી. ગરબાના માધ્યમથી લોકોને સિઝનલ ફ્લુના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો અંગે સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોરૈયા મેડિકલ ઓફિસર ડો.એસ આર પટણી, ફિહેવ, મપહેવ, આશા બહેનો સહિત મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થીત રહ્યા હતા.

ઈન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર ડો.રવિન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, આરોગ્ય કાર્યકરની ગૃહ મુલાકાત કે ફળીયા મીટીંગમાં પરંપરાગત માધ્યમોના ઉપયોગથી સંવાદની રીત ખૂબ જ રસદાયક અને અસરકારક છે. આરોગ્ય વિષેની સરળ કે કઠીન માહિતી લોકોને સારી રીતે જલદીથી સમજાવી શકાય છે. સપ્તધારા થી સ્વાસ્થ્ય વર્કશોપમાં તાલીમ મેળવ્યા પછી વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસ હસ્તકના આરોગ્ય કાર્યકર દ્વારા કઠપૂતળી, નાટક, ગરબા જેવા પરંપરાગત માધ્યમોને સંપર્ક તથા સંવાદ માટેના અસરકારક માધ્યમ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

સિઝનલ ફ્લુના લક્ષણો શુ છે?

શરદી, ઉધરસ, અને ગળામાં દુ:ખાવો, ભારે તાવ તથા શરીર તૂટવુ અને નબળાઇ તથા ઝાડા કે ઝાડા-ઉલ્ટી થવા, શ્વાસ ચઢવો જેવા ન્યુમોનિયાના જેવા લક્ષણો જોવા તો તે વ્યક્તિને સિઝનલ ફ્લુ હોઇ શકે છે અને ખોટી ચિંતા કર્યા વગર તાત્કાલીક ડોક્ટરની સલાહ સારવાર લેવી હિતાવહ છે.

સિઝનલ ફ્લુથી બચવાના ઉપાયો?

સિઝનલ ફ્લુ ના ઇન્ફેક્શનથી બચવા માટે વધુ ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવુ, ઉધરસ, છીંક વેળા મોઢું-નાક ઢાંકીને રાખવુ,  હસ્તધૂનન કરવાનું ટાળવુ તથા હાથ સાબુ અને પાણીથી વારંવાર ધોવા જોઇએ તથા પોષ્ટીક આહાર લેવો અને પુરતી ઉંઘ લેવી જોઇએ.  આ ઉપરાંત નાક, આંખ કે મોઢાને અડકતા પહેલા અને પછી તમારા હાથ વારંવાર સાબુથી ધૂવો. તાવ, ઉધરસ, ખરાબ ગળુ, શ્વાસ લેવામાં તકલીફ જેવા કોઇ પણ લક્ષણો જણાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જાઇએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments