PIYUSH GAJJAR – VIRAMGAM
અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના મુખ્ય મથક વિરમગામ હાંસલપુર હાઇવે પર આસોપાલવ ચોકડી પાસે છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરોનુ પ્રમાણ વઘતુ જોવા મળી રહ્યું હતું તેવામાં આજ રોજ વહેલી સવારે આસોપાલવ ચોકડી સર્કલ પાસે કોઈ અજાણ્યા વાહન પાંચ પશુઓને ટક્કર મારી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયેલ છે. કયા વાહન જોડે આ પાંચ પશુઓ અથડાઈ ને મૃત્યુ પામ્યા તેની પણ ખબર પડી નથી.