PIYUSH GAJJAR – VIRAMGAM
અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના મુખ્ય શહેર વિરમગામમાં એસ. ટી. ડેપો ખાતે તા.30.06.2017 ના રોજ વય મર્યાદાના કારણે ડ્રાયવર ચંદુભાઈ જી મકવાણા, ડ્રાયવર રામભાઈ એ. ઝાલા તથા પટાવાળા કાનજીભાઈ પટેલ નિવતૃ થતા ડેપો વર્કશોપ ખાતે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ડેપો મેનેજરના હસ્તે ફુલહાર તથા ગિફટ આપવામાં આવેલ. વિદાય સમારંભમાં કર્મચારી મંડળના આગેવાન યાસીનખાન પઠાણ, કેશરભાઈ ગોહિલ, અમીનભાઈ પાટડીયા, ગુલામ રસુલ મુલતાની તથા મોટી સંખ્યામાં કર્મચારીઓ હાજર રહ્યા હતા.