PIYUSH GAJJAR – VIRAMGAM
અમદાવાદ જિલના વિરમગામ તાલુકાના મુખ્ય મથક વિરમગામ શહેરમાં ઐતિહાસિક મુનસર તળાવ પાસે મંદિર જવાના રસ્તામા કચરાના ઢગલા ખડકાયલા છે. ત્યાં જ શહેરમાં ઠેકઠેકાણે રખડતા પશુઓ ખોરાકની શોઘમા કચરાના ઢગલા પર ખોરાકની શોઘ કરતા હોય છે. તેવામાં મુનસર તળાવ પાસે આવેલા કચરાનાં ઢગ માં બે દિવસ થી અબોલ જીવ મૃતપ્રાય હાલત મા જોવા મળી આવ્યું હતો ત્યારે બીજી બાજુ વિરમગામ નગરપાલિકા ના નઘરોળ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. અને કચરાનાં ઢગ પાસે કચરો ખાવાની આશંકાથી એક અબોલ જીવનું મોત નિપજ્યું હતું ત્યારે વિરમગામ શહેરમાં જીવદયા પ્રેમીઓમા રોષની લાગણી ફેલાઇ છે.