NILKANTH VASUKIYA – VIRAMGAM
– પોલીસ પરીવારના સભ્યો સહિત ૧૦૦થી વધુ લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવી.
મહાત્મા ગાંધી સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરમગામ ખાતે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તથા તેમના પરીવારના સભ્યો માટે મેડીકલ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. નિષ્ણાંત તબિબો દ્વારા ૧૦૦થી વધુ લોકોની આરોગ્ય તપાસ કરી જરૂરી સલાહ સુચન આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિરમગામ, માંડલ, દેત્રોજ તાલુકાના પોલીસ કર્મચારીઓ તથા રેલ્વે પોલીસ કર્મચારીઓ તથા તેમના પરીવાર જનોની તપાસ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, સી.એચ.સી. અધિક્ષક ડો.અસમા રંગુનવાલા, ડો.સુકેતુ બ્રહ્મભટ્ટ, ડો.ધનશ્રી ઝવેરી, ડો.સંગીતા પટણી, ડો.હેતલ દવે, એસ.એલ.ભગોરા, નીલકંઠ વાસુકીયા, જયેશ પાવરા, કે.એમ.મકવાણા, ક્રાઇમ ન્યુઝ પરિવારના રીતેન્દ્રસિંહ ઝાલા, હર્ષદ પરમાર, ડી.એમ.મકવાણા, દિપક પંચાલ સહિત મોટી સંખ્યામાં આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપસ્થીત રહ્યા હતા.
તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરમગામ ખાતે પોલીસ કર્મચારીઓ તથા તેમના પરીવાર જવાનો માટે આયોજીત મેડીકલ તપાસ કેમ્પમાં ૧૦૦થી વધુ લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. આ મેડિકલ કેમ્પમાં દરેક લાભાર્થીની વજન, ઉંચાઇની તપાસ કરી બી.એમ.આઇ કાઢવામાં આવ્યા હતા. દરેક લાભાર્થીની બ્લડ પ્રેશર, ડાયાબીટીશ, બ્લડ ગૃપ, યુરીન, હિમોગ્લોબીનની તપાસ કરવામાં આવી હતી. આ કેમ્પમાં ફિઝીશીયન એન્ડ સર્જન, બાળરોગ નિષ્ણાંત, ગાયનેક, ડેન્ટીસ્ટ, ઓપ્થેલમીક સહિત નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી.