PIYUSH GAJJAR – VIRAMGAM
આજ રોજ અમદાવાદ જિલ્લાના વિરમગામ વિઘાનસભા ખાતે પ્રદેશ ભાજપ યુવા મોર્ચા પ્રમુખ ત્રુત્વિજ પેટલે વિરમગામના હાંસલપુર થી વિરમગામ સુઘી ભવ્ય વિજય ટંકાર રેલી યોજી હતી, જેમા ૫૦૦ થી વઘુ ભાજપ યુવા મોર્ચાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે બાઇક રેલીની પૂર્ણાહુતિ બાદ વિરમગામ શહેરના APMC માર્કેટયાડ મેદાનમાં વિજય ટંકાર યુવા સંમેલન યોજ્યું હતું,
જેમા ડો.ત્રુત્વિજ પટેલે ૧૫૦૦ થી વુઘ યુવાનોને સંબોધન કરતા જણાવ્યું હતું કે આવનાર વિઘાનસભામા ૧૫૦ થી વધુ બેઠક પર ભાજપનુ કમળ ખીલશે અને ૧૫૧ મી વિઘાનસભા બેઠક વિરમગામની હશે. સાથેજ અમદાવાદ જિલ્લાના તમામ બેઠકો પર ભાજપના જીત થશે. ઉલ્લેખનીય છે કે ચાલુ કાર્યક્રમમાં પહેલા ૨૦૦૦ હજાર ખુરશીની વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ સંમેલનમા સંખ્યામાં ન થતા ૫૦૦ થી વઘુ ખૂરશીઓ બહાર મૂકી દેવામાં આવી હતી.