NILKANTH VASUKIYA – VIRAMGAM
– ૬૬૫ લાભાર્થીઓની નિષ્ણાંત તબિબો દ્વારા આરોગ્ય તપાસ કરવામાં આવી
– મહા રક્તદાન શિબિરમાં ૮૩ વ્યક્તિઓએ સ્વૈચ્છીક રક્તદાન કર્યુ
૫૭માં ગુજરાત સ્થાપના દિન (ગૈારવ દિન) ની ઉજવણી અંતર્ગત વિરમગામ તાલુકામાં ૧૭ એપ્રીલ ૨૦૧૭ના રોજ સવારે ૯.૦૦ થી ૨.૦૦ કલાક સુધી સામુહિક આરોગ્ય કેન્દ્ર (ગાંધી હોસ્પીટલ) વિરમગામ ખાતે મેગા સર્વરોગ નિદાન કેમ્પ તથા મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં નગરપાલીકાના ઉપપ્રમુખ નવદિપસિંહ ડોડીયા, તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, મેડિકલ ઓફિસરો, સુપરવાઇઝરો સહિત મોટી સંખ્યામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થીત રહ્યા હતા.
વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસર ડો. વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે ૧૭ એપ્રીલ ૨૦૧૭ને સોમવારના રોજ ગુજરાત સરકારશ્રીના આરોગ્ય વિભાગ દ્વારા નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ અને સારવાર કેમ્પનું આયોજન સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરમગામ ખાતે કરવામાં આવ્યુ હતુ. જેમાં હદય, કિડની, ઓર્થોપેડીક, દાંત, આંખ, બાળરોગ, સ્ત્રીરોગ, ફિઝીયોથેરાપી નિષ્ણાત ડોકટરો દ્વારા નિઃશુલ્ક તપાસ અને સારવાર આપવામાં આવી હતી. મેગા સર્વરોગ નિદાન કેમ્પમાં ૬૬૫ લાભાર્થીઓની નિષ્ણાંત તબિબો દ્વારા આરોગ્ય તપાસ કરવામાં આવી અને મહા રક્તદાન શિબિરમાં ૮૩ વ્યક્તિઓએ સ્વૈચ્છીક રક્તદાન કર્યુ હતુ. તેમજ ડાયાબિટીસ, બ્લડગૃપ, યુરીન અને હિમોગ્લોબીનની લેબોરેટરી તપાસ કરવામાં આવી હતી. મેગા સર્વરોગ નિદાન કેમ્પ તથા મહા રક્તદાન શિબિરને સફળ બનાવવા માટે વિરમગામ તાલુકાના મેડિકલ ઓફિસરો, સુપરવાઇઝરો, આરોગ્ય કાર્યકરો, આશા તથા નાગરીકોએ ભારે જહેમત ઉઠાવી હતી.