Tuesday, December 3, 2024
Google search engine
HomeViramgam - વિરમગામવિરમગામ ખાતે રામકથાના આઠમા દિવસે વક્તા વિશ્વવલ્લભદાસજી સ્વામિ સંતશ્રીને સાંભળવા ભક્તોનો અવિરત...

વિરમગામ ખાતે રામકથાના આઠમા દિવસે વક્તા વિશ્વવલ્લભદાસજી સ્વામિ સંતશ્રીને સાંભળવા ભક્તોનો અવિરત પ્રવાહ ઉમટ્યો

PIYUSH GAJJAR – VIRAMGAM
વિરમગામ ખાતે ઐતિહાસીક રામમહેલ મંદિર દ્વારા ગૌશાળા સહિતના વિવિધ ધાર્મિક સંકુલોના લાભાર્થે વાલ્મિકી રામાયણ પ્રેમ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. રામકથાના છઠ્ઠા દિવસે વક્તા વિશ્વવલ્લભદાસજી સ્વામિ સત્ શ્રી ને સાંભળવા માટે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોનો અવિરત પ્રવાહ રામકથામાં જોવા મળ્યો હતો. રામકથાનો મુખ્ય ડોમ શ્રાવકોથી ભરાઇ જતા મુખ્ય ડોમની બાજુમાં એલઇડી સ્ક્રિન પર ભક્તોએ રામકથાનું શ્રવણ કર્યુ હતુ. રામકથાના છઠ્ઠા દિવસે રામમહેલ મંદિરના મહંત રામકુમારદાસ બાપુ, કમીજલા રવિભાણ સાહેબની જગ્યાના મહંત જાનકીદાસ બાપુ સહિત અનેક સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા.
Welcome to the Honda Carnival at Ratri Bazaar Dahod. Please visit from 23rd to 25th December, 2017, register and get the benefit of a special offer.
રામકથાના વક્તા વિશ્વવલ્લભદાસજી સ્વામિ સત્ શ્રી એ જણાવ્યુ હતુ કે, કોઇ કવિએ કહેલુ છે કે કદર બેફામ શું માગું જીવનની એ જગત પાસે, કે જ્યાંના લોક સૌ કેવળ મરેલાને વખાણે છે. જે લોકના માણસો કેવળ મરેલાને વખાણે છે એની પાસે હું જીવનની કદર શુ માંગુ. મારૂ તો એવું માનવું છે કે જીવતાને રાજી કરો. મા બાપ હોય, પતિ હોય, પત્નિ હોય તેને રાજી કરો. રાજી કરવાની શરૂઆત ઘરેથી જ કરજો. નાનામાં નાના હોય તો પણ તેને રાજી કરવા. રામકથા દ્વારા મારો તો એટલો પ્રયાસ છે કે સમાજ ભાવભીનો બને. હેતની પ્રેમની ભાવની પરસ્પર નદીઓ વહે એ આપણે શીખવાની જરૂર છે. આપણા જીવનમાં આપણે રામકથામાંથી આટલુ શીખીએ કે કોઇનું ભલુ ન કરી શકીએ તો કાંઇ નહી પણ કોઇનું બુરૂ ન કરીએ. ફુલ ન બની શખીએ તો કાંઇ નહિ પણ કાંટા ન બનીએ. આ જીવન ભગવાને દીઘુ છે ને એમા પણ માનવ જીવન ભરત ખંડમાં તેમા પણ સારા સંગમાં જીવન દીધુ છે તે સાવ એળે ન જાવું જોઇએ. કાંઇક કોકને રાજીપો મળે તેવું જીવન જીવવુ જોઇએ. આજે રામ વિનાની અયોધ્યા નુર વિનાની ભરતને દેખાય છે. એટલા માટે નુરવાળા માણસોની કદર કરવી જોઇએ. ભરત તેની માતા કૈકેયી ને કહે છે કે તે મારા માટે રાજ્ય લીધુ છે પણ પિતા અને પિતા સમાન ભાઇ રામ વિનાનું આ રાજ્યનું મારે શુ કરવાનું છે. ભરતનું દિલ પરીવાર પ્રધાન છે રાજ્ય પ્રધાન નથી. હે મા તે આખા રઘુકુળના સુખને છીનવી લીધુ છે. કૈકેયીના સ્વાર્થે રઘુકુળ, અયોધ્યાનું સુખ છીનવી લીધુ.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments