NILKANTH VASUKIYA – VIRAMGAM
– મતદાન જાગૃતિ માટે વિરમગામના ગજ્જર પરીવારે અનોખી પહેલ કરી.
– કોઇ પણ પરિસ્થિતીમાં અવશ્ય મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી.
ગુજરાત વિધાનસભાની ચુટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે ચુટણી પંચ સહિત વિવિધ સરકારી વિભાગો દ્વારા મતદાર જાગૃતિ અભિયાન ચલાવીને મતદારોને ઉત્સાહભેર મત આપવા માટે સમજાવવામાં આવી રહ્યા છે ત્યારે વિરમગામના ઇન્દ્ર રેસિડેન્સીમાં રહેતા ગજ્જર પરિવારે મતદાન જાગૃતિ માટે એક અનોખી પહેલ કરીને ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે. નાગરભાઇ ગજ્જરના સુપુત્રના લગ્ન પ્રસંગમાં વરરાજા અજય ગજ્જરે ઉપસ્થિત મહેમાનોને ગુજરાત વિધાનસભાની ચુટણીમાં ૧૦૦ ટકા મતદાન કરવા માટે સપથ લેવડાવ્યા હતા. વરરાજાની સાથે મતદાર જાગૃતિના બેનર ઉપરાંત જાતિવાદી તત્વોને કરવા ચોટ યુવાનો કરશે ગુજરાત હિતમાં વોટ, મત આપવો આપણો અધિકાર બદલામાં ન લો કોઇ ઉપહાર, તમારૂ મતદાન લોકતંત્રનો પ્રાણ, જન જન કી હૈ યહી પુકાર વોટ ડાલો અબકી બાર, તેરી ઉમર નહીં હૈ તૂં કરે ગલતી સે મિસ્ટેક – પરીપક્વ મતદાતા રાષ્ટ્રવાદી કો પહચાન યાદ રખ કે કર મતદાના જેવા સ્લોગન લખેલા પ્લે કાર્ડ સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
વિરમગામમાં લગ્ન પ્રસંગમાં મતદાન માટે સપથ લેવડાવનાર વરરાજા અજય ગજ્જરે જણાવ્યુ હતુ કે, મતદાનએ આપણી પવિત્ર ફરજ છે. પાંચ વર્ષે આવતા લોકશાહીના મહાપર્વમાં દરેક મતદાતાઓએ અવશ્ય મતદાન કરવું જોઇએ. એક મતના કારણે પણ હાર જીત થઇ શકે છે. દરેક મત મુલ્યવાન છે. મારા લગ્નના માંડવે ઉપસ્થિત મહેમાનોને ગુજરાત વિધાનસભાની ચુટણીમાં ૧૦૦ ટકા મતદાન કરવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા. બધા કામ બાજુ પર મુકીને સૌથી પહેલા મતદાન કરવું જોઇએ. કોઇના પણ ડર, પ્રલોભન વગર મતદાન કરવું જ જોઇએ. મતદાનએ આપણો અધિકાર હોવાની સાથે ફરજ પણ છે. કોઇ પણ પરિસ્થીતિમાં અવશ્ય મતદાન કરવું જ જોઇએ.