Saturday, December 28, 2024
Google search engine
HomeViramgam - વિરમગામવિરમગામ જિલ્લો ક્યારે? જાગૃત નાગરિકો દ્વારા પત્રિકા ફરતી થઇ, વિરમગામ શહેરમાં નગરજનોનો...

વિરમગામ જિલ્લો ક્યારે? જાગૃત નાગરિકો દ્વારા પત્રિકા ફરતી થઇ, વિરમગામ શહેરમાં નગરજનોનો જનઆક્રોશ !!!

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR – VIRAMGAM

વિરમગામ શહેરના વર્ષો જુના વણ ઉકેલ્યા સવાલો અંગે જાગૃત નાગરીકો દ્વારા વિરમગામના વિકાસ માટે વિરમગામને જિલ્લો ક્યારે? હવે નહીં જાગીએ તો ક્યારે ? નામની નામની પત્રિકા વિરમગામ શહેરમાં જાગૃત નાગરિક તેમજ વિરમગામ જનઆક્રોશ તેમજ વિરમગામ ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા પત્રિકા ફરતી કરવામાં આવી છે અને લોક જાગૃત ફેલાય તે હેતું થી અને વિરમગામને જિલ્લો બાનાવવાની માંગ સાથે એક લોક આંદોલન શરૂ કરવામાં આવ્યું છે..

●  વિરમગામ ઝંખે છે આઝાદી પર્વે નો સૂવર્ણકાળ !

● છેલ્લા ઘણાં વર્ષોથી રાજકારણીઓ અને તંત્રની ઉપેક્ષાથી સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર વિરમગામ આજે બન્યું બાયપાસ….

અમદાવાદ જિલ્લાનું તાલુકા મથક અને સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર સમા એક સમયના ‘વાયા વિરમગામ’ને નેતાઓ બાયપાસ વિરમગામમાં પરિવર્તન કરી ચૂક્યા છે. ઐતિહાસિક શહેરે સ્વતંત્ર આંદોલન અને સત્યાગ્રહમાં વિરમગામે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારે આઝાદીના ૬૫ વર્ષો બાદ પણ શહેરની પ્રજાને અનેક નેતાઓના ઠાલાં વચનો સિવાય કાંઈ જ મળ્યું નથી. અનેક ધારાસભ્યો અને સાંસદો અહીં આવ્યા અને ચાલ્યા પણ ગયા, પરંતુ વિરમગામ શહેરનો કાંઈ જ વિકાસ દેખાઈ રહ્યો નથી. વર્ષો બાદ પણ ગામ જૈસે થે તૈસે થેની પરિસ્થિતિમાં વિકાસની રાહ જોઈ રહ્યું છે અને વિરમગામ દિવસે ને દિવસે વિકાસ વગર પછડાટ ખાઈ રહ્યું છે. ગુજરાત રાજ્યના એક સમયનું ‘વાયા વિરમગામ’ કહેવામાં શહેર ‘બાયપાસ વિરમગામ’ પલટી રહ્યું છે. નેનો સીટીની અડીને આવેલું વાયા વિરમગામ હાલ નર્કાગાર સીટી બની ચુક્યું છે.

● શહેરમાં વિરમગામ-માંડલ-દેત્રોજનું સૌથી મોટું સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે, પરંતુ તે શોભાના ગાંઠિયા સમાન છે. તત્કાળ જરૂરી મોટી આરોગ્ય સેવા અહીં ઉપલબ્ધ નથી.

● વર્ષો જૂની પ્રખ્યાત મચ્છરદાની, કાપડની મિલ બંધ પડતા હજારો કારીગરોની રોજગારી છીનવાઈ ગઈ.

● જે તે સમયે વોટબેંક માટે થઈને રાજ્યના મોટા તાલુકા કરવામા આવ્યું પરિણામે શહેરમાં ખરીદારી ઘટતાં વેપાર ભાંગવા લાગ્યા ને મર્યાદિત આવક બની.

● વિરમગામ શહેર અને તાલુકા વિસ્તારમાં મોટા ઉદ્યોગ-ધંધા નહીં સ્થપાતા બેરોજગારીનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. પરિણામે હાલમાં પ્રાપ્ત થતી માહિતી અનુસાર વિરમગામ રેલવે સ્ટેશન સવારથી અનેક ટ્રેનોમાં રોજગારી મેળવવા જતા ૨૦૦૦થી વધુ લોકો અમદાવાદ અપ-ડાઉન કરે છે.

● પૈસે પહોંચી વળતા લોકો વિરમગામ શહેર છોડી અન્ય જગ્યાએ ભવિષ્યના વિચારે બહાર હિજરત કરી રહ્યા છે.

● શહેરનો ઐતિહાસિક વારસો શહેરની ફરતે આવેલો કોટ (ગઢ), ૫ ઐતિહાસિક દરવાજાઓ વિરમગામ શહેરના પ્રતિનિધિઓ, તંત્ર કે અધિકારીઓ માટે ગામની સમસ્યાઓ એક પેચીદો પ્રશ્ન બની ગયો છે. જોકે વિરમગામ શહેરના ભૂતકાળ પર એક ડોકિયું મારીએ તો આ ગામના વિકાસ માટે સમગ્ર ગામે અનેક વખત શહેરને ધંધા-રોજગારથી અળગા રહીને સજ્જડ બંધ પાળીને અનેક આંદોલનો પણ છેડયા છે, પરંતુ આજદિન સુધી વિરમગામનો કોઈ વિકાસ દેખાયો નથી, પરંતુ સમયની થાપટો ખાઈને રાજકીય બિનકાળજી ગણો કે જે ગણો તે અનેક સમસ્યાઓને લઈને ઐતિહાસિક નગરી વિરમગામ તાલુકો ‘મોર્ડન ગામડાં’ જેવી હાલતમાં બદલાઈ રહ્યું છે.

● વિરમગામ શહેર અને પંથકમાં છેલ્લા ઘણા સમયથી વિરમગામ જિલ્લો બનશે એવી ચર્ચાઓ લોકમુખે ચર્ચાઈ રહી છે. શહેરમાં જ્યાં જુઓ ત્યાં ચોરે ને ચૌટે એ વિરમગામના વિકાસની વાતો વાગોળતા હોય છે અને છેલ્લે શહેરના ભય અને ભવિષ્ય જોતાં અહીં ઐતિહાસિક દરવાજાઓ છે, પણ બંધ થતાં નથી, કોટ છે પણ ઇંટો નથી. રસ્તા છે, પણ રોડ નથી. ગટર છે યોજનાબદ્ધ નથી, સ્નાનાગાર છે, પણ તરવૈયા નથી, બાગબગીચા છે પણ હરિયાળો નથી અને છેલ્લે ગામ છે પણ પૂરતો વિકાસ નથી.

● અનેક હાલાકી ભોગવી રહેલા અલ્પવિકસિત ગામને વેપાર-ધંધા- રોજગાર અને સામાજિક ક્ષેત્રે મોટો ફટકો પડયો છે. ઐતિહાસિક મુનસર તળાવ, જાળવણીના અભાવે બિસમાર બનવા પામ્યું.

● શહેરમાં રેલવેનું માલ હેરફેર માટેનુ મોટું યાર્ડ હતું જે હવે રહ્યું નથી.

● શહેરમાં પ્રાથમિક સુવિધાઓ ઉપરાંત પાકાં ડામરના રસ્તાઓ નથી. હરવા-ફરવા માટે શહેરમાં સારું કોઈ જ સ્થાન વિકસાવવામાં આવ્યું નથી.

● તાલુકામાં અપૂરતી એસ.ટી. બસો, ખખડધજ બસોથી અનેક બસોના રૂટ ચલાવાય છે.

● શહેરમાં ત્રણ બગીચાઓ છે. શહેરીજનોને બેસવા-ફરવા માટે કોઈ બગીચાનો વિકાસ નથી. પરિણામે અસામાજિક તત્ત્વો અડ્ડો જમાવી બેઠા છે.

● શહેરમાં દિવસે ને દિવસે દબાણો વધતા શહેરના મુખ્ય માર્ગો સાંકડા બનતા ટ્રાફિકની સમસ્યાએ શહેરની આમ પ્રજાનું માથું ઊંચક્યું.

● શહેરની અનેક સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે.

●શહેરના મુખ્ય માર્ગો પર રખડતાં ઢોરોના ત્રાસથી પ્રજા ત્રસ્ત બની.

● ચોમાસામાં માત્ર ૧-૨ ઇંચ વરસાદમાં શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જાય છે જેને તે વખતે પાણી નિકાલ માટેની તંત્ર દ્વારા પગલાં લેવાતાં નથી.

છેલ્લે ઉપેક્ષા અને અપેક્ષા ઉપરાંતની અનેક સમસ્યાઓથી વર્ષોથી આ નગરનો વિકાસનો સૂર્યોદય ક્યારે થશે તે કહેવું મુશ્કેલ છે. પરંતુ ક્યારેક તો ‘અચ્છે દિન આયેંગે ?’ એવી અપેક્ષા સાથે વિરમગામવાસીઓ રાહ જોઇને બેઠા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments