વિરમગામ શહેરમાં જુની અદાવત બાદ અગાઉ થયેલ પોલીસ કેસ મા આરોપીઓ ના
પરિવાર જનો ને વિરમગામ ટાઉન પોલીસ ના પી.આઇ વી.બી.જાડેજા એ 3 મહીલા ને
ઢોરમાર માર્યો.
મોડી રાત્રે 3 મહીલા ને સારવાર હેઠળ વિરમગામ સરકારી હોસ્પીટલ ખસેડાઇ,
ઘટનાની જાણ થતા ઓ.એસ.એસ એકતા મંચના અલ્પેશ ઠાકોર પીડીતોની મુલાકાત લીઘી
પી.આઇ સામે ફરીયાદ નોંઘી કાર્યવાહી કરવા માંગ કરી……
વિઓ…જો કાયદાની રખેવાળ જ જો કાયદો હાથમા લે તો શું થાય …..જી હા
વિરમગામ શહેરમાં હાથી તલાવડી વિસ્તાર મા અગાઉ ઠાકોર પરીવારના પુત્ર એ કોઇ
યુવતી ને ભગાડી જતા વિરમગામ ટાઉન પોલીસ મા ફરીયાદ થવા પામી હતી..ત્યારે
યુવતી ની પરીવાર જનો દ્રારા યુવક ના પરીવાર જનોને અવાર નવાર પરેશાન કરતા
હતા ત્યારે યુવક અને યુવતી ના પરીવાર જનો સામે પોલીસ ફરીયાદ થઇ
હતી….ત્યારે આજરોજ યુવકના પરીવાર જનો વિરમગામ ટાઉનપોલીસ માં હાજર થયા
હતા ત્યારે પી.આઇ. વી.બી.જાડેજા એ પરીવાર ના 2 પુરુષ સહીત 3 મહીલા
ઠાકોર તારાબેન વીજલજી ,જ્યોસના બેન વિજયભાઇ ઠાકોર,ભાનુબેન રામજીભાઇ ઠાકોર
(રહે-હાથીતલાવડી ,વિરમગામ.)ને પટ્ટા વડે ઢોરમાર માર્યાની ઘટના પ્રકાશ મા
આવી છે…ત્યારે 3 મહીલા પગ તેમજ હાથ મા ભાગે ઇજા થતા તેમજ મુઢ માર વાગતા
મોડી રાત્રે વિરમગામ ગાંઘી હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા ઘટનાની જાણ
થતા શહેર ના ઠાકોર સમાજ ના લોકો હોસ્પીટલ ખાતે એકત્ર થઈ ગયા હતા…ઘટનાને
પગલે વિરમગામ આસિસ્ટન કલેક્ટર પ્રક્ષપિત પારીક તેમજ ડી.વાય.એસપી રોહન
આનંદ પણ આ હોસ્પીટલ ખાતે પહોંચી તપાસ હાથ ઘરી હતી..બીજી બાજુ ઠાકોર સમાજ
ના અલ્પેશ ઠાકોર પણ વિરમગામ ખાતે પીડીતી ની મુલાકાત લેવા આવી પહોચ્યા
હતા….અને
ટાઉન પી.આઇ વી.બી.જાડેજા સામે કાયદેસર ની કાર્યવાહી કરી ફરીયાદ નોંઘવા
માંગ કરી હતી…..