PIYUSH GAJJAR – VIRAMGAM
વિરમગામ શહેરના મધ્યભાગમાં ટાવરચોક પાસે પોલીસ સ્ટેશન ઘણા વર્ષોથી કાર્યરત છે. ત્યારે આ વિરમગામ ટાઉન પોલીસને શહેરના ભરવાડી દરવાજા પાસે કલ્યાણ કામદાર કેન્દ્રમા ખસેડવાની ગતીવીઘી તેજ બનતાં તેના વિરોધમા છેલ્લા ઘણાં દિવસોથી વિરમગામ હિન્દુ સભા દ્વારા શહેરના જાહેર માર્ગો પર બોર્ડ મૂકી પોલીસ સ્ટેશન અન્ય સ્થળે સ્થળાંતર ન કરવા સામે વિરોઘ નોંઘાવ્યો હતો. ત્યારે આ પોલીસ સ્ટેશન સ્થળાંતર ન કરવાના આંદોલનને વિરમગામના વિવિધ વેપારી એસોસિએશન દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો છે. અને આજરોજ સાંજે 5 કલાકે વિરમગામ હિન્દુ સભા તેમજ વેપારીઓ દ્વારા વિરમગામ શહેરના બોરડી બજાર થી ટાવરચોક, ગોલવાડી દરવાજા થઇ તાલુકા સેવા સદન સુઘી વિશાળ સંખ્યામાં મૌન રેલી કાઢી નાયબ કલેક્ટર ને આવેદન પત્ર આપ્યુ હતુ. આ આવેદનપત્ર માં જણાવ્યું છે કે વિરમગામ અતિ સંવેદનશીલ છે. શહેરમાં હિન્દુ- મુસ્લિમ સમાજ ની સંખ્યા મોટા પ્રમાણમાં છે. હાલ શહેર ની મધ્યમાં ટાવર પાસે પોલીસ સ્ટેશન જેના કારણે સુલેહ શાંતી જળવાઈ રહે છે. તેમજ શહેરમાં અશાંતઘારો માંગણી સાથે તેમજ વિરમગામ ટાઉન પોલીસ મથક સ્થળાંતર થવા સામે વિરમગામ હિન્દુસભા તેમજ વિવિધ વેપારી અને ગ્રામજનોએ વિશાળ સંખ્યામાં મૌન રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો.