સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ અમદાવાદ જિલ્લા દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું
ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના જન્મદિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ અમદાવાદ જિલ્લા ટીમ દ્વારા વિરમગામ તાલુકામાં આવેલ અપના ઘર અનાથ આશ્રમમાં જઈને ત્યાંના પ્રભુ સેવકો પાસે કેક કપાવી ત્યારબાદ મોઢું મીઠું કરાવી તેમને રાત્રિનું ભોજન કરાવ્યું હતું. ગૃહમંત્રીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા સદસ્ય વિષ્ણુભાઈ જાદવ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ હિતેશભાઈ જાદવ, તાલુકા ભાજપના મહામંત્રી અને APMC ના ડિરેક્ટર રમેશભાઈ કોળી પટેલ, વિરમગામ તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન રાજુભાઈ, સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ જિલ્લા સંયોજક રસિકભાઈ તથા અન્ય સંયોજક ઉપસ્થિત રહ્યા હતા.